સાવિત્રી

Sri Aurobindo symbol
Sri Aurobindo

Sri Aurobindo's major poetic work, an epic in blank verse. In Savitri, a legend from the Mahabharata becomes the symbol of the human soul's spiritual destiny. In poetic language, Sri Aurobindo describes his vision of existence and explores the reason for ignorance, darkness, suffering and pain, the purpose of life on earth and the prospect of a glorious future for humanity. The writing of the epic extended over much of the later part of his life.

Sri Aurobindo Birth Centenary Library (SABCL) Savitri Vols. 28,29 816 pages 1970 Edition
English
 PDF     Poems
Sri Aurobindo symbol
Sri Aurobindo

Sri Aurobindo's major poetic work, an epic in blank verse. In Savitri, a legend from the Mahabharata becomes the symbol of the human soul's spiritual destiny. In poetic language, Sri Aurobindo describes his vision of existence and explores the reason for ignorance, darkness, suffering and pain, the purpose of life on earth and the prospect of a glorious future for humanity. The writing of the epic extended over much of the later part of his life.

Gujarati Translations of books by Sri Aurobindo સાવિત્રી 1973 Edition
Gujarati Translation
Translator:   Pujalal

સર્ગ  ત્રીજો

પ્રેમ અને મૃત્યુનો વાદવિવાદ

 

વસ્તુનિર્દેશ

 

         જીવનની આગેકૂચને કોઈ એક આદિ શૂન્ય પ્રતિ દોરી જતો યમદેવનો વિષાદ-જનક ને વિનાશકારી અવાજ ઠંડો પડયો. પણ સાવિત્રીએ એ સર્વશકિતમાન દેવને ઉત્તર આપ્યો :

         " ઓ કાળમુખા વિતંડાવાદી ! સત્ય વસ્તુને તું સત્ય વસ્તુના વિચારથી સંતાડે છે, પ્રકૃતિના જીવંત મુખને તું જડ પદાર્થોથી ઢાંકી દે છે, મૃત્યુના નૃત્યને સનાતન-તાનું અવગુંઠન બનાવે છે. તારું તત્ત્વજ્ઞાન કઠોર છે, ગ્લાનિભર્યું છે. સત્યની સહાય લઈને તું અસત્યને સાચું ઠરાવવા માગે છે. તું જે સત્ય ઉચ્ચારે છે તે મારી નાખનારું સત્ય છે. હું તને બચાવી લેતા  સત્યથી ઉત્તર આપું છું.

           એક એવા પ્રભુએ જડ જગતથી આરંભ કર્યો છે, શૂન્યાવકાશને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું છે, રાત્રિને પ્રકાશના પ્રવિકાસની પ્રક્રિયા અને મૃત્યુને અમૃતત્વ પ્રત્યેનું પ્રેરણાબળ બનાવ્યું છે. અકાળ પરમાત્માએ શૂન્યાવકાશમાં પ્રવેશીને વિશ્વસમસ્તને સર્જ્યું છે અને આત્માને કાળના જગતમાં સાહસ ખેડવા મોકલ્યો છે અને જીવને વિશ્વયાત્રાનું અનુસરણ કરતો બનાવ્યો છે.

            વિચાર વિરચાયો, ચૈત્યાત્માની ચિનગારી ચગમગી, ગુપ્ત ભાવે પ્રવૃત્ત થયો ઉદીયમાન અગ્નિ. અભાવાત્મકતામાં એક મહાસમર્થ શકિતએ કાર્ય આરંભ્યું. પરિણામે જડ દ્રવ્યમાંથી સૂતેલું જીવન જાગ્યું, જાગેલા જીવનમાંથી સૂતેલું મન જાગ્યું, વિશ્વનું હૃદય ધબકવા લાગ્યું, આંખો જોવા લાગી. વિચારે ફંફોળવાનું આરંભ્યું ને એણે વાણીની શોધ કરી અને અજ્ઞાનના ગર્તો ઉપર પ્રકાશના પુલ બાંધવા માંડ્યા.

             તિર્યંચો વચ્ચે મનુષ્ય ટટાર ઊભો થઈ ચાલવા માંડ્યો. એણે જીવનનું નવ-નિર્માણ કર્યું, વિશ્વનું માપ લેવા માંડ્યું, જગત ઉપર અમલ ચલાવતા નિયમો શોધ્યા, જીત્યા ને તેમનું નિયમન કરી કામે લગાડી દીધા. માણસ પોતાની પરિસ્થિતિનો

૩૫


પ્રભુ બન્યો, આકાશનો અસવાર બન્યો, તારકોએ પહોંચવાની આશાનો ઉપાસક બન્યો. અને હવે એ અર્ધ-દેવ બનીને મનની બારીઓમાં થઈ પાર જુએ છે, ચૈત્યના પડદા પાછળ છુપાઈને અજ્ઞાત વસ્તુને અવલોકે છે, ને પરમ સત્યના મુખ ઉપર પોતાની મીટ માંડે છે. સનાતના સૂર્યના કિરણે એને સ્પર્શ કર્યો છે, પરા પ્રકૃતિના પ્રકાશમાં એ પ્રબુદ્ધ થયો છે, મહિમાની પ્રદીપ્ત પાંખોને એ પેખે છે ને પ્રભુના ઊતરી આવતા બૃહદ્દ બળને પ્રત્યક્ષ કરે છે.

           હે મૃત્યુદેવ ! તું અધૂરા જગતને જુએ છે, અપૂર્ણ મનને અને અજ્ઞાન જીવનોને જુએ છે ને કહે છે કે ઈશ્વર નથી, સઘળું વૃથા છે. પણ બાળક શું મોટું નહિ થાય ? જ્ઞાન-પ્રજ્ઞાનના પાઠ નહિ શીખે ? એક નાના શા બીજમાં શું વિશાળ વૃક્ષ નથી રહ્યું ?  એક છેક તનક શુક્રાણુમાંથી વિશ્વનો વિજેતા જન્મશે, પરમજ્ઞાનમય પુરુષાવતાર પ્રકટ થશે. છુપાઈ રહેલા પ્રભુમાંથી ભુવનારંભ થયો છે, પ્રકટ સ્વરૂપ પ્રભુ પ્રત્યે એ ધીરે ધીરે આગળ વધે છે.

           શરીર આત્માનો કોશેટો છે. આપણી અપૂર્ણતા પૂર્ણતા માટે પ્રયત્નશીલ છે. જડતત્વ જગતના મહાજાદૂગરની રચના છે. એની અંદર એક મહાશ્ચર્ય રહેલું હોવા છતાં એને પોતાને તેની ખબર નથી. અખિલ બ્રહ્યાંડ પરમાત્માની ગુપ્ત રહેલી મહાશકિતની સાક્ષી પૂરે છે. સૂર્ય છે એના મહિમાનો પ્રભાપુંજ, ચંદ્ર છે એની વિલસતી વિભૂતિ, નીલાકાશના મહાસ્વપ્નમાં એનો પ્રભાવ પ્રકટ થાય છે. લીલાં વૃક્ષોમાં એનું સૌન્દર્ય હસી ઊઠે છે, પુષ્પમાં એના સૌન્દર્યની મનોહર ક્ષણોનો જયજયકાર થાય છે. ઉલ્લસતો નીલ સાગર એનાં ગૌરવગાન ગાય છે, સરિતાનો સરતો સ્વર સનાતનની સિતારીમાંથી સમર્મર જાગ્રત થાય છે.

             આ જગત એટલે બાહ્યતામાં સંસિદ્ધિ પામેલો પ્રભુ. એની અકળ કળા બુદ્ધિને ને ઈન્દ્રિયોને આહવાન આપે છે. એહ અજ્ઞાન શકિતની અંધ ને જડસી ક્રિયાઓ દ્વારા, ક્ષુદ્ર વસ્તુઓના આધાર ઉપર, ક્ષુલ્લ્ક રજકણમાંથી એણે ચમત્કારી ચરાચરની રચના કરી છે. મનની પંગુતા, જીવનની અપક્વ અવસ્થા, પાશવ છળવેશે, પાપની પ્રવૃત્તિઓ જોવામાં આવે છે, છતાં તે તો માત્ર એની લીલાના પ્રસંગો છે, એના ભયાનક નાટકનાં સોપાનો છે. એ સૌની પાછળ એક ગહન યોજના રહેલી છે, એક પારનું પ્રજ્ઞાન પોતાનાં પગલાં માટે માર્ગ મેળવતું હોય છે. એ સર્વમાં રાત્રિની છાયામાં રહી પોતાના પ્રભુને મળવા જતી પ્રકૃતિનું દૃશ્ય દૃષ્ટિગોચર કરી શકાય છે.

               સર્વસમર્થ વિશ્વમાતાએ પ્રભુને પોતાની સૃષ્ટિમાં ગૂઢ પૂરી રાખ્યો છે, સર્વજ્ઞને અજ્ઞાનની નિદ્રામાં નાખ્યો છે, સર્વશકિતમાનને જડપદાર્થની પીઠે સવાર બનાવ્યો છે, અમૃતત્વને એણે મૃત્યુ દ્વારા નિશ્ચત બનાવ્યું  છે. સનાતને પોતાના જ્ઞાનને અજ્ઞાનનું મુખછદ્મ પહેરાવ્યું છે, પાપની કયારીમાં પુણ્યનું બીજ બોયું છે, ભ્રમને સત્યનું પ્રવેશ દ્વાર બનાવ્યો છે, શોકના અશ્રુજળે પરમસુખના છોડને પાણી પાવાનું રાખ્યું છે. આમ દ્વિવિધ સ્વભાવે જે અદ્વિતીય છે તેને આવરી લીધો છે. એનાં પરસ્પર

૩૬


વિરોધી બન્ને પાસાંઓ સંઘર્ષમાં પડયાં છે, પરંતુ તેમ છતાં ઠોકરો ખાતો માર્ગદર્શક ઠોકરો ખાતા સમસ્તને અજ્ઞેય લક્ષ્યે લઈ જાય છે.

            જાણે કે કોઈ આસુરી જાદૂ થયો ન હોય, તેમ સનાતન શકિતઓ તિર્યગ્ દિવ્યતાની મૂર્ત્તિઓ બની જાય છે ને એ જાનવરનું કે વેતાલનું મસ્તક ધારણ કરે છે. એના કાન હરણના બની જાય છે, વનદેવતાઈ ખરીઓ એમને પગે આવે છે, એમની દૃષ્ટિમાં દૈત્યનો વાસો થઈ જાય છે. મનને તેઓ અટપટી ભુલભુલામણીમાં ફેરવી નાખે છે, હૃદયને તેઓ પૂરેપૂરું પલટાવી નાખે છે. ભયંકર મહેફિલો મંડાય છે. પ્રભુનો માર્ગ કાપી કાઢનાર જ્ઞાન પણ આ ભીષણ લીલામાં ભાગીદાર બની જાય છે, એની આદેશપત્રની કોથળી ક્યાંય ગુમ થઈ જાય છે ને એ માર્ગભ્રષ્ટ બની જાય છે. પરિણામે તે તટ સમીપના છીછરા પાણીમાંનાં નાનકડાં માછલાં જેવા ક્ષુદ્ર વિચારોને જાળમાં ઝાલવા મંડી પડે છે ને ગહન જળમાં રહેલાં સત્યનાં મોતીથી વંચિત બની જાય છે. મર્ત્ય દૃષ્ટિ અજ્ઞાનની આંખે જોવા માંડે છે. ઊંડાણોમાં રહેલી વસ્તુ એને દેખાતી નથી. ભ્રમની લાકડીને ટેકે આપણું જ્ઞાન ચાલતું રહે છે, જૂઠા મતો ને જૂઠા દેવોની ઉપાસનામાં પડી જાય છે, યા તો કોઈ એક અસહિષ્ણુ પંથે ધર્માન્ધતાથી ધૂંઆંપૂંઆં થતું રહે છે. યા તો સત્ય-પ્રકાશની સામે એ એક ઇનકાર ઊભો કરી દે છે. એ માનવ-દ્વેષી બની જાય છે માનવમાં રહેલા દેવતાને દંડ દઈ દફનાવી દે છે, ઘોર રક્ષસી માથું આસમાને પહોંચાડી તારાઓને ભૂંસી નાખે છે ને મનના મેઘાડંબરથી સૂર્યને સંતાડી દે છે.

               આવું હોવા છતાંય પ્રભુનો પ્રકાશ છે. પ્રકૃતિને બારણે એ વાટ જોતો ઊભો છે. અજ્ઞાનના મહાસાગર પર એ પ્રકાશમાન તારો છે. જ્ઞાનની અભિવૃદ્ધિ થતાં એ  અંતરમાંથી ભભૂકી ઊઠે છે. એ છે મનમાં રહેલો મહયોધ, સમરાંગણમાં એ અભેધ કવચ છે, સારંગપાણિનું  સારંગ છે.

                પ્રકાશનાંય પ્રભાતો આવે છે, ને એ આવે ત્યારે તત્ત્વદર્શનો જાગી ઊઠે છે અને વિચારનાં વાદળ-છાયાં શિખરો પર આરોહે છે. પદાર્થ-વિજ્ઞાન પ્રકૃતિનાં ગુપ્ત રહસ્યો બાધા વિદારી બહાર કાઢે છે અને પ્રકૃતિએ બંદી બનાવી રાખેલી શકિતથી પ્રકૃતિ ઉપર મેળવે છે. જીવ શિવની મૃત્યુંજયતામાં પ્રવેશ કરે છે અને મનુષ્યનું જ્ઞાન પ્રભુનો પારપારનો પ્રકાશ બની જાય છે. નીરવ બની ગયેલો વિચાર જવલંત શૂન્યાકારમાં દૃષ્ટિપાત કરે છે, ઊર્ધ્વનાં રહસ્ય શિખરો પરથી નિગૂઢ નાદ ઊતરી આવે છે ને મહાગહન નિશા સાથે એ સંભાષણ કરે છે.

                 અજ્ઞાન પૃથ્વીલોકથી ઊર્ધ્વમાં આરોહતી ભૂમિકાઓમાંથી એક હસ્ત અદૃશ્યના પ્રદેશો પ્રતિ ઊંચકાયેલો છે. તે ત્યાં આવેલાં અજ્ઞાતનાં અવગુંઠનો અળગાં કરે છે, ને અંતરાત્મા સનાતનનાં નયન શું નયન મિલાવે છે , નહિ સુણાયેલો શબ્દ સાંભળે છે,  વિચારને આંજી દેતી ને અંધ બનાવી દેતી ભભૂકતી જવાળામાં થઈને પાર જુએ છે, સત્યનાં પય પીએ છે ને શાશ્વતીનાં રહસ્યો ઋત-જ્ઞાન મેળવે છે.

૩૭


             હે યમરાજ !  આમ જે બધું રાત્રિના અંધકારમાં નિમગ્ન થઈ સમસ્યારૂપ બની ગયું તે પાછું ભાસમાન સૂર્ય સાથે સંયોગ સાધવા ઊર્ધ્વે ઉદ્ધારાય છે. અત્યારે તારું જે સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું છે તેનું રહસ્ય આ છે. અંધકારે પ્રભુના પ્રદેશોનો કબજો લીધો ત્યારે જડ જગત તારા અમલ નીચે આવ્યું, સનાતનનું મુખ ઢંકાઈ ગયું, સૃષ્ટિનો સર્જક આનંદ નિદ્રાલીન થઈ ગયો, ને જગતી પોતાના સત્ય સ્વરૂપને ભૂલી ગઈ. તેમ છતાંય એની સ્મૃતિ વિવિધ પ્રકારે જાગ્રત થતી રહે છે; અને મૃત્યુ ને અજ્ઞાન શાસન ચલાવે છે ને પ્રકૃતિ વિષાદવદના બની ગઈ છે, છતાંય ધરિત્રીએ પોતાની આદિકાલીન ચારુતા સાચવી રાખી છે. પણ એનો અંતર્નિવાસી પ્રભુ અવગુંઠિત બની ગયો છે. એનું સત્ય સ્વૃરૂપ  એને પ્રાપ્ત થયું નથી, તેથી એ રડે છે ને પોતાનાં સંતાનોને રડાવે છે. કેમ કે જીવનના વિશુદ્ધ આનંદને એક શાપ નડે છે. પાપને પ્રકૃતિની પરમમુદાનું બાળક બનાવી દેવામાં આવ્યું છે ને એ પરમમુદાને પ્રાપ્ત કરવા માટે કાળા-ધોળા બધાય ઉપાયો આવકારાય છે, ક્ષણિક સુખને માટે શાશ્વતતાનું બલિદાન અપાય છે. પ્રભુની પરમાનંદમય સૃષ્ટિનો કબજો એક અજ્ઞાન શકિતએ લઈ લીધો છે. મૃત્યુની અગાધ અસત્યતાએ જીવન ઉપર સામ્રાજ્ય સ્થાપ્યું છે.

           વસ્તુમાત્રના ગહન મૂળમાં એક આનંદ ગુપ્ત રહેલો છે. આપણો ઊર્ધ્વસ્થ આત્મા એના નીલાંબરી શ્વાસોચ્છવાસ લે છે, આપણું હૃદય ને શરીર એનો અસ્પષ્ટ સાદ સંવેદે છે, આપણી ઇન્દ્રિયો એને માટે આંધળાં ફાંફાં મારે છે, એનો સ્પર્શ કરે છે ને ગુમાવે છે. પ્રભુના આનંદને આકાશે અવકાશ આપ્યો છે, પ્રભુના આનંદને માટે આપણા જીવોનો જન્મ થયો છે. જે કંઈ છે તે સર્વની અંદર આ અદભુત આનંદનો પસારો થયેલો છે. અજ્ઞાનમાં ઉપસ્થિત થતા શોકમાં, દુઃખમાં ને શ્રમકાર્યમાં, કઠિન પરિસ્થિતિઓમાં, ને મૃત્યુની અસ્તિ છે તે છતાંય અસ્તિનો આનંદ સાગ્રહ રહેલો છે. આપણા પ્રત્યેક અનુભવમાં એ ઉદભૂત થાય છે, પાપમાં તેમ જ પુણ્યમાં પ્રાકટ્ય પામે છે, કર્મના ધર્મની પરવા કર્યા વગર નિષિદ્ધ ભૂમિકામાંય ઊગવાની એ ઘૃષ્ટતા કરે છે. સુખ-દુઃખમાંથી એ પુષ્ટિ મેળવે છે, ભય ને જોખમ એના બળને સતેજ બનાવે છે. પ્રકૃતિની નાની-મોટી, ભવ્ય-અભવ્ય, સુંદર-અસુંદર, સર્વે વસ્તુઓમાં એનો વિહાર થાય છે ને એ આસુર તેમ જ દૈવ સ્વરૂપ પ્રત્યે વાધે છે. જીવનનું માધુર્ય એ માણે  છે, તિક્ત મદિરાનું પાન કરે છે, દૈવી અને દાનવીય પ્રણાલીઓમાં એ પગલાં માંડે છે, ઊર્ધ્વે ઊછળે છે, પાતાળમાં ભૂસકો મારે છે, વિશ્વના મહાવિસ્તારોને પોતાનું વિહારસ્થાન બનાવી દે છે.

            પણ આ ખાતરનાક  ખેલ હમેશ માટે ચાલતો નથી. પરમોચ્ચ સત્ય માનવને સાદ કરે છે. પ્રજ્ઞાન અને પ્રહર્ષ પોતાની  સંપૂર્ણ સિદ્ધિ મુકિત  પામેલી પૃથ્વી માટે તૈયાર કરી રહેલાં છે. અંતે તો આત્મા સનાતન સદ્ધસ્તુ પ્રત્યે વળે છે ને પ્રત્યેક મંદિરમાં પ્રભુને ભેટવા માટેનો પોકાર કરે છે, ને ચિરવાંછિત ચમત્કાર સિદ્ધ થાય છે.

૩૮


અમર આનંદ ગગનતારકો પર પોતાની દિવ્ય આંખો ઉઘાડે છે. એનાં બૃહદાકાર અંગો સળવળવા લાગે છે, એનાં પ્રેમનાં ઊર્મિગીતથી કાળ રોમહર્ષ અનુભવે છે, અખિલ અવકાશ શોભામાન નિઃશ્રેયસે ભરાઈ જાય છે. વાણી ને વિચાર વગરના નિઃસ્પંદ સાગર ઉપર પ્રસન્નતાની પાંખો પ્રસારી એ તોળાય છે, સત્યના સૂર્યના હેમલ હાસ્યમાં સ્નાન કરે છે. આ અવસ્થાએ આરોહવા માટે શૂન્યમાંથી સૃષ્ટિ સમુદ્ ભવી છે, એને માટે આત્મા અગાધ ગર્તમાં નીચે ઊતરી આવ્યો છે ને એણે જડતત્ત્વની શકિતને પોતાના ઓજથી ભરી છે, રાત્રિ મધ્યે જ્યોતિનું મહામંદિર રચવાનું ને મૃત્યુના પ્રદેશમાં અમૃતત્વને પુનઃ વસાવવાનું કાર્ય કરવાનું રાખ્યું છે.

         પૃથ્વી પંકમાંથી આરંભ કરે છે ને સ્વર્ગાકાશમાં સમાપ્તિ પામે છે. કામનામય પાશવ પ્રેમ પ્રભુના પ્રેમમાં પરિણત થાય છે. દેહ દેવદેવનું દેવળ બને છે. પરમ પ્રેમ સચરાચરને પોતાના આશ્લેષમાં લે છે. રાત્રિનું તમિસ્ર અને મૃત્યુનું મારક કાર્ય નિષફળ નીવડે છે. એકાત્મકતાનો ઉદય થતાં સંઘર્ષમાત્ર શમી જાય છે. બધું જ સમજમાં આવી જાય છે ને પ્રેમને હૃદયે નિલીન થઈ જાય છે.

           હે મૃત્યુદેવ અંતરમાં તું જિતાઈ ગયો છે. મારો પ્રેમ પ્રભુની પરમ શાંતિમાં વિરાજમાન થયો છે. પ્રેમે સ્વર્ગો પાર સંચારવાનું છે, એની માનુષી પ્રથાને પ્રભુતાની પ્રથામાં પલટાવવાની છે. મેં તારી પાસે જીવંત સત્યવાનની માગણી કરી છે તે  કેવળ મારી કાયાના કે હૈયાના હર્ષ માટે નહીં, પણ અમને પરમાત્મદેવે સોંપેલા પવિત્ર કાર્યની સિદ્ધિને માટે. અમારાં જીવન પ્રભુના પાઠવેલા દૂત બનીને પૃથ્વી ઉપર આવેલાં છે. પ્રભુના પ્રકાશને અજ્ઞાન લોક માટે પ્રલોભાવીને પૃથ્વી ઉપર લાવવા માટે, મનુષ્યોનાં ખાલી હૃદયોને પ્રભુ પ્રેમથી ભરવા માટે, પ્રભુના પરમાનંદથી વિશ્વને થયેલાં દુઃખવ્રણો રુઝાવવા માટે અમારું આવાગમન થયેલું છે. સ્ત્રીરૂપા હું પ્રભુની શકિત છું, પુરુષરૂપ સત્યવાન સનાતનનો પ્રતિનિધિ છે. અમારા પ્રેમ ઉપર પરમાત્માની મહોરછાપ મરાઈ છે, ને એ મહોરછાપને હું તારી સામે સંરક્ષી રહી છું, કેમ કે પ્રેમે પૃથ્વી ઉપર રહેવું જોઈએ. પ્રેમ છે પૃથ્વીને ને સ્વર્ગને સંયોજનારી સુંદર કડી, પૃથ્વી ઉપર પ્રભુનો એ દિવ્ય દૂત છે. પ્રેમ છે પરાત્પર ઉપરનો મનુષ્યનો દાવો."

            પણ યમ કટાક્ષમાં હાસ્ય સાથે નીરુત્સાહિત કરતો બોલ્યો : " આ પ્રકારે જ મનુષ્યો વૈભવવંતા વિચારો દ્વારા સત્યને છેતરે છે. તુંય તેમ દેહની નગ્ન લાલસાઓને ને હૃદયના લોલુપ ભાવાવેગોને ઢાંકવા માટે ધૂર્ત મન નાજુક વસ્ત્રો વણાવે છે, ખરું ને ?  આમ કરવાને બદલે જો તું તારા વિચારોને સાચા સીધા અરીસા જેવા બનાવી દે તો સારું, કે જેથી તેમનામાં જડદ્રવ્યનાં ને મર્ત્યતાનાં વફાદાર પ્રતિબિંબો પડે અને તને જ્ઞાન થાય કે જેને તું  તારો આત્મા માને છે તે માત્ર માંસમાટીની જ એક બનાવટ છે. તારા સ્વપ્ન-સર્જ્યા પ્રભુનો મહિમા માનવીના મલિન હૃદયમાં શી રીતે નિવાસ કરી  શકશે ?  ને  જે બે-પગાળા જંતુમાં દેવતાઈ

૩૯


અમર આનંદ ગગનતારકો પર પોતાની દિવ્ય આંખો ઊઘાડે છે. એનાં બૃહદાકાર અંગો સળવળવા લાગે છે, એનાં પ્રેમના ઊર્મિગીતથી કાળ રોમહર્ષ અનુભવે છે. અખિલ અવકાશ શોભામાન નિઃશ્રેયસે ભરાઈ જાય છે. વાણી ને વિચાર વગરના નિઃસ્પંદ સાગરો ઉપર પ્રસન્નતાની પાંખો એ તોળાય છે, સત્યના સૂર્યના હેમલ હાસ્યમાં સ્નાન કરે છે. આ અવસ્થાએ આરોહવા માટે શૂન્યમાંથી સૃષ્ટિ સમુદ્ ભવી છે, એને માટે આત્મા અગાધ ગર્તમાં નીચે ઊતરી આવ્યો છે ને એણે જડતત્ત્વની શકિતને પોતાના ઓજથી ભરી છે, રાત્રિ મધ્યે જ્યોતિનું મહામંદિર રચવાનું ને મૃત્યુના પ્રદેશમાં અમૃતત્વને પુનઃ વસાવવાનું કાર્ય કરવાનું રાખ્યું છે.

           પૃથ્વી પંકમાંથી આરંભ કરે છે ને સ્વર્ગાકાશમાં સમાપ્તિ પામે છે. કામનામય પાશવ પ્રેમ પ્રભુના પ્રેમમાં પરિણત થાય છે. દેહ દેવદેવનું દેવળ બને છે. પરમ પ્રેમ સચરાચરને પોતાના આશ્લેષમાં લે છે. રાત્રિનું તમિસ્ર અને મૃત્યુનું મારક કાર્ય નિષ્ફળ નીવડે છે. એકાત્મકતાનો ઉદય થતાં સંઘર્ષમાત્ર શમી જાય છે. બધું જ સમાજમાં આવી જાય છે ને પ્રેમને હૃદયે નિલીન થઈ જાય છે.

            હે મૃત્યુદેવ અંતરમાં તું જિતાઈ ગયો છે. મારો પ્રેમ પ્રભુની પરમ શાંતિમાં વિરાજમાન થયો છે, પ્રેમે સ્વર્ગો પાર સંચરવાનું છે, એની માનુષી પ્રથાને પ્રભુતાની પ્રથામાં પલટાવવાની છે. મેં તારી પાસે જીવંત સત્યવાનની માગણી કરી છે તે કેવળ મારી કાયાના કે હૈયાના હર્ષ માટે નહીં, પણ અમને પરમાત્મદેવે સોંપેલા પવિત્ર કાર્યની સિદ્ધિને માટે. અમારાં જીવન પ્રભુના પાઠવેલા દૂત બનીને પૃથ્વી ઉપર આવેલાં છે. પ્રભુના પ્રકાશને અજ્ઞાન લોક માટે પ્રલોભાવીને પૃથ્વી ઉપર લાવવા માટે, મનુષ્યોનાં ખાલી હૃદયોને પ્રભુ પ્રેમથી ભરવા માટે, પ્રભુના પરમાનંદથી વિશ્વને થયેલાં દુઃખવ્રણો રુઝાવવા માટે અમારું આવાગમન થયેલું છે. સ્ત્રીરૂપા હું પ્રભુની શકિત છું, પુરુષરૂપ સત્યવાન સનાતનનો પ્રતિનિધિ છે. અમારા પ્રેમ ઉપર પરમાત્માની મહોરછાપ મરાઈ છે, ને એ મહોરછાપને હું તારી સામે સંરક્ષી રહી છું, કેમ કે પ્રેમે પૃથ્વી ઉપર રહેવું જોઈએ. પ્રેમ છે પૃથ્વીને ને સ્વર્ગને સંયોજનારી સુંદર કડી, પૃથ્વી ઉપર પ્રભુનો એ દિવ્ય દૂત છે. પ્રેમ છે પરાત્પર ઉપરનો મનુષ્યનો દાવો."

            પણ યમ કટાક્ષમાં હાસ્ય સાથે નિરુત્સાહિત કરતો બોલ્યો : " આ પ્રકારે જ મનુષ્યો વૈભવવંતા વિચારો દ્વારા સત્યને છેતરે છે. તુંય તેમ દેહની નગ્ન લાલસાઓને ને હૃદયના લોલુપ ભાવાવેગોને ઢાંકવા માટે ધૂર્ત મન પાસે નાજુક વસ્ત્રો વણાવે છે, ખરું ને ?  આમ કરવાને બદલે જો તું તારા વિચારોને સાચા સીધા અરીસા જેવા બનાવી દે તો સારું, કે જેથી તેમનામાં જડદ્રવ્યનાં ને મર્ત્યતાનાં વફાદાર પ્રતિબિંબો પડે અને તને જ્ઞાન થાય કે જેને તું તારો આત્મા માને છે તે માત્ર માંસમાટીની જ એક બનાવટ છે. તારા સ્વપ્ન-સર્જ્યા પ્રભુનો મહિમા માનવીના મલિન હૃદયમાં શી રીતે નિવાસ કરી શકાશે ?  ને જેને તું માણસ કહે છે તે બે-પગાળો જંતુમાં દેવતાઈ

૩૯


સ્વરૂપ કોણ જોઈ શકશે ?  મનનાં રંગરોગાન ચઢાવેલાં મહોરાં અળગાં કર. કુદરત તને જે જીવ-જંતુ બનાવવા માગે છે તે બન. મોઘ જન્મનો ને સાંકડા જીવનનો સ્વીકાર કર, કેમ કે સત્ય છે નંગા પથ્થર જેવું ને મૃત્યુ જેવું કઠોર. એનાં જેવી તુંય બની જા."

            પણ સાવિત્રીએ સંતાપકારી દેવને જવાબમાં કહ્યું :

            " હા, હું માનુષી છું, પણ મારા દ્વારા મનુષ્ય તને પગ નીચે ખૂંદશે ને અમર શિખરોએ આરોહશે, શોક, દુઃખ, દૈવ અને દેહાંતદંડની પેલી પાર જશે; કેમ કે મનુષ્યમાં પ્રભુ પોતાની ઘડીની રાહ જોઈ રહ્યો છે. મારામાં પ્રભુનો નિવાસ છે, પ્રભુ મારાં કર્મોને પ્રેરે છે. હું છું પરમાત્મ જ્યોતિનું સજીવ શરીર, એની શકિતનું વિચાર કરતું શસ્ત્ર. માનવ હૃદયમાં હું પરમના પ્રજ્ઞાનને પિંડધારી બનાવું છું. પ્રભુનો હું વિજય છું, ઈશ્વરનો અવિનાશી સંકલ્પ છું. મારામાં અનામ અને નિગૂઢ નામ, ઉભય વિધમાન છે."

              મૃત્યુદેવે અવિશ્વાસી અંધકાર પોકાર પાઠવ્યો : " ઓ કલ્પના ધામની પૂજારણ ! પ્રથમ તું કુદરતના નાફેર કાયદાઓને બદલી બતાવ. અશક્યને તારો નિત્યક્રમ કરી બતાવ. બે નિત્યની વિરોધી વસ્તુઓનો મેળ તું શી રીતે સાધવાની છે ? તારો સંકલ્પ સત્યને શી રીતે એક બનાવશે ? જયાં જડદ્રવ્ય જ સર્વ કાંઈ છે ત્યાં આત્મા કેવળ સ્વપ્ન છે; જ્યાં આત્મા સર્વ કાંઈ છે ત્યાં જડદ્રવ્ય છે જૂઠાણું. સત્ અસત્ સાથે સંયોગ સાધી શકવાનું નથી. પ્રભુ તરફ વળનારે જગતને છોડવું પડશે, આત્મામાં રહેવા માગનારે જીવનનો ત્યાગ કરવો પડશે. આત્માનો સમાગમ જેણે શાધ્યો છે તેણે જાતને જતી કરી છે. મનના મનમાન્યા માર્ગોએ ગયેલા જ્ઞાનીઓ નિર્વાણના સલામત બંદરે પહોંચ્યા છે. શરીરનું મરણ માણસને જડ દ્રવ્યના દ્વાર દ્વારા શાંતિએ લઈ જાય છે, આત્માનું મૃત્યુ એને અંતિમ મહાસુખે પહોંચાડે છે. હું મૃત્યુ જ પ્રભુ છું. હું સર્વનો સર્વાશ્રય છું. "

             સાવિત્રીએ કૃતાન્તને ઉત્તર આપ્યો : " મારું હૃદય તારી તર્કબુદ્ધિ કરતાં વધારે ડાહ્યું છે, તારા પાશો કરતાં વધારે બળવાન છે. વિશ્વસમસ્તમાં એ એક મહાહૃદયને ધડકી રહેલું અનુભવે છે, પરમાત્માનો પ્રકાશમાન હસ્ત જુએ છે, વિશ્વાત્માને કાર્ય કરી રહેલો અવલોકે છે. છાયા ઘેરી રાત્રિમાં એ એના પ્રભુની સાથે એકલું પોઢે છે. અખિલ બ્રહ્યાંડનાં શોકને ધારણ કરવાનું એનામાં સામર્થ્ય છે. પોતાના પ્રભા-પંથ પર પ્રભુની શાન્તિમાં રહી એ પોતાની શુભ્ર કક્ષામાં યાત્રા કરતું રહેશે. અનંત આનંદનો મહાસિંધુ પી જવાની એનામાં તાકાત છે, ને તે છતાં એ પોતાનો અધ્યાત્મ સ્પર્શ ગુમાવવાનું નથી, અનંતની અપાર શાંતિમાંથી વિચલિત થવાનું નથી."

              યમ બોલ્યો: " તારો આત્મા આવો ઓજસ્વી છે ?  તું આવી મુક્તનિર્મુક્ત છે ? માર્ગનાં મધુરાં સુમનોને સેવ્યા છતાંય માર્ગભ્રષ્ટ નહિ થાય એવી છે ? જો

૪૦


ખરેખાત તું એવી જ હોય તો તારી શકિતનો પરચો આપ, મારા  નિયમોથી તું બંધાયેલી નથી તે પ્રત્યક્ષ કરી બતાવ."

             સાવિત્રી બોલી: "જીવનના મર્મરતા લીલા વનમાં હૂંફાળા હયાના ગાઢ હર્ષો મને અવશ્ય મળશે,--એના છે  તેથી મારા, અથવા તો એને માટે હોય એવા મારા, કેમ કે અમારો આનંદ એક છે. મને વિલંબ થશે તો અમારે માટે ને પ્રભુને માટે કાળ તો છે જ. હું પડીશ તો પણ શું એનો હસ્ત મારી નજીક નથી ? સર્વ એક જ યોજના અનુસારનું છે. આત્માને પ્રત્યુત્તર ગહન બને છે ને તે ધ્યેયની સમીપતર લઈ જાય છે."

               શૂન્યાત્મક મૃત્યુએ તિરસ્કારપૂર્વક ઉચ્ચાર્યું: " તો આમ પૃથ્વીલોકનું સુખ પસંદ કરીને જાણકાર દેવો આગળ તું તારી મહાશકિત પ્રકટ કરે છે !  જાત માટે તું બધું માગે છે ને છતાં જાતથી ને જાતના કપટવેશોથી નિરાળી રહે છે ! તો લે, હું તને તારા જીવે ઝંખેલી બધી વસ્તુઓ આપું છું. એક માત્ર સત્યવાન તને કદી આપવાનો નથી, કેમ કે મારો સંકલ્પ કદી ફરતો નથી."

                સાવિત્રી બોલી: " રે !  જો અંધકારની આંખો સત્ય સામે સીધેસીધું જોઈ શકતી હોય તો મારા હૃદય પ્રત્યે દુષ્ટિ કરીને જો, ને હું કોણ છું તે જાણી લઈ તારી ઈચ્છા હોય તે, યા તો તારે આપવું પડે તે આપ. બાકી, એક સત્યવાન સિવાય હું બીજા કશા માટે દાવો કરતી નથી."

                  ચુપકીદી વ્યાપી યમદેવે નીચે માથે ભાવ વગરની સંમતિ આપી: " મરણથી ને કઠોર ભાગ્યથી બચેલીને તને આપું છું--જીવતા સત્યવાને તારા માટે પોતાના હૃદયમાં જે જે ઈચ્છયું હતું તે બધું આપું છું: અક્ષત ઉષાઓ અને પ્રતાપી મધ્યાહનો તારા જીવન માટે આપું છું : રૂપે, હૃદયે અને માનસે તારા જેવી પુત્રીઓ, સ્વરૂપવાન અને વીર્યવાન પુત્રો અને તારા પ્રિયતમ પતિ સાથેના મિલનનું અક્ષુણ્ણ માધુર્ય તને આપું છું. પૌત્રપૌત્રીઓનો ને સારાયે પ્રેમાળ મહાકટુંબનો અન્યોન્યને આનંદ આપતો ને સેવા સમર્પતો મનોહર મેળો તને આપું છું. વત્સે ! તારી તજાયેલી પૃથ્વી પર પાછી જા."

                  સાવિત્રી વદી: " પણ આ તારાં વરદાનો તો પોતાનો જ વિરોધ કરે છે. હું એકલી જ પાછી ફરું તો પૃથ્વીની વાડી શી રીતે ફાલવા--ફૂલવાની હતી ? "

                  યમે પાછી રુષ્ટ રાડ પાડી; છટકી જતા શિકારને સિંહ ત્રાડ પાડી વઢતો હોય તેમ: " પૃથ્વી ઉપરના અતિ સમૃદ્ધ જીવન વિષે તું શું જાણે છે ? એક માણસ મરી ગયો તેથી કંઈ બધો આનંદ મરી જતો નથી. તું કંઈ અંત સુધી અસુખમાં રહેવાની નથી. તારા ખાલી થયેલા હૃદયને ભરવા માટે બીજા નવા અતિથીઓ આવશે."

                   પણ સાવિત્રીએ કહ્યું : મને સત્યવાન પાછો આપ. એક એ જ મારા સત્ત્વનો સ્વામી છે. ક્ષણભંગુર વસ્તુઓમાં સનાતન સત્યને લહેતા મારા આત્માને તારા વિચારો પોલા ને પોકળ જણાય છે."

૪૧


          યમ  બોલ્યો: " પાછી ફર ને તારા જીવને અજમાયશ આપ. અલ્પ સમયમાં જ તને જણાશે કે અન્ય અનેકોમાંય સૌન્દર્ય છે, શકિત છે, સત્ય છે, અને તું જયારે અર્ધું ભૂલી ગઈ હશે ત્યારે તેમાંનો કોઈ એક તારા હ્રદયનો સાથી બની જશે. તારું હૃદય પણ આવું જ કંઇક  માગે છે, કેમ કે આ આ ધરણી પર એકલવાયું જીવન કોને ગમશે ? સત્યવાન ભૂતકાળની વસ્તુ બની જશે ને નવો પ્રેમ ને શિશુઓના નાજુક હસ્ત એની સ્મૃતિને દૂર સેરવી દેશે. જાણે કે પૃથ્વી ઉપરનું જીવન એક સરિત્ સમાન છે કે જે અખંડ ધારે વહેતું હોવા છતાંયે કદી એનું એ જ હોતું નથી."

           પણ સાવિત્રી બોલી: " ઓ કાળમુખા વક્ર વિતંડાવાદી ! હૃદય કો ધન્ય ક્ષણે જેને પોતાની અંદર ધારણ કરે છે ને અમર આત્મા જેને પોતાનું બનાવશે તેની સ્ખલનો  ભરી મનની ને શરીરની શોધનો તું ઉપહાસ કરે છે. મારું હૃદય પરિત્યક્ત હોવા છતાં પોતાના પ્રેમપ્રતિષ્ઠિત દેવતાને આરાધી રહ્યું છે. એને પગલે પગલે જવાની મારી ભાવના ભભૂક્યા કરે છે. પર્વતરાજ પર પ્રભુ સાથે એકાંત સેવતું યુગલ,  તે શું અમે નથી ? મૃત્યુદેવ ! તું નકામી રકઝક છોડી દે. મારું  મન સાંધ્ય વિચારોમાંથી વિનિર્મુક્ત  થઈ ગયું છે. દેવોનાં રહસ્યો મારી સમક્ષ પ્રકટ થઈ ચૂક્યાં છે. તું જાણતો નથી કે મારા જ અખંડ જવલતા અગ્નિથી તારકો દેદીપ્યમાન બનેલા છે, આ અગ્નિમાં જીવન અને મરણ ઈન્ધન રૂપે અર્પાય છે. જીવન  મારો પ્રેમનો માત્ર અર્ધ-પ્રયત્ન છે. પૃથ્વીએ મારી મહામથામણ જોઈ છે, સ્વર્ગે જોયો છે મારો જય. એકબીજાનાં અવગુંઠન અળગાં કરી સનાતન વર અને સનાતન વધૂ વિવાહ-વહિ્ નની સમીપ મીઠડી માણશે. દેવધામોએ અમારા ખંડિત થયેલા ઉડ્ડયનને આખરે અપનાવ્યું છે. આશાનો એકેય સંકેતાત્મક પ્રકાશ એળે ગયો નથી."

             સાવિત્રીનાં વચનોથી યમદેવનાં અમેય અંગો ગુપ્ત મહામુદાથી આક્રાંન્ત  થઈ સકંપ બની ગયાં. સાંધ્ય ઉજાશ ચિરાતા બુરખાની માફક ધ્રૂજી ઊઠયો.

              આમ બન્ને પ્રતિપક્ષીઓએ વાણીનાં શસ્રો પ્રયોજ્યાં. એમની આસપાસમાં એક ઘેરી બનતી અર્ધ-જ્યોતિ મૌકિતકમયી પાંખો પર દૂરના એક આદર્શ પ્રભાતે પહોંચાડવા દોડતી હતી. ચમકતા ધુમ્મસમાં સાવિત્રીના વિચારો શુભ્ર પાંખોએ ઊડીને ત્યાંની આભાઓ અને અવગુંઠનો સંમિશ્ર થઈ જતા હતા. સાવિત્રી પોતાના નિઃશબ્દ સંકલ્પમાં સ્થિર રહીને ચાલતી હતી. એની સામે દર્શનોના પ્લવમાન પડદાઓ હતા, ને એના ચરણો પાછળ સ્વપ્નાંઓનો ઝભ્ભો ઘસડાઈ આવતો હતો. પણ હવે એના આત્માની જાજવલ્યમાન સચેત શકિત એના વિચારોને વાણીમાંથી પાછા સંકેલી લઈને ગહનસ્થ ધ્યાનમંદિરમાં આસનસ્થ બનાવતી હતી. કેમ કે હવે તો ત્યાં ચૈત્યાત્માનું સંગીન  સત્યમાત્ર નિવાસ કરી શકતું હતું, દેવોની વેદિઓ જેના વડે પ્રજવલિત કરાય છે તે ગાર્હસ્થ્ય અગ્નિની સાક્ષી ને પ્રહરી જવાલા આરોહતી હતી.

                હજીએ ત્રણે જણાં બલાત્કારે પ્રેરાતાં હોય તેમ સરકતાં હતાં. હજીય આ ભુવાનોનો

૪૨


ક્રમ ઊલટો રહેલો હતો. મર્ત્યની નેતાગીરી હતી, દેવ ને પ્રેત આધીન થતા હતા. સાવિત્રી પાછળ ચાલતી હોવા છતાં આગળ ચાલનારાઓને દોરતી હતી. પણ હવે એ સ્વપ્નમય જગતનું બધું વધારે વેગથી ભાગતું હતું, ચૈત્યાત્માની વિશદતાથી બચવા માગતું હતું. આગળ હતો યમ ને એની પાછળ ચાલતો સત્યવાન એક લોપ પામતા તારા જેવો લાગતો હતો. ઉપર તોળાતું હતું એના ભાગ્યનું અદૃશ્ય ત્રાજવું.

 

 

ગયો અવાજ એ ડૂબી સ્વર કેરા વિષણ્ણ અવરોહમાં;

કો નિઃસ્તબ્ધ આદિ એક અભાવમાં

દોરતો લાગતો 'તો એ જિંદગીની આગેકદમ કૂચને.

સાવિત્રી ઉત્તરે બોલી ત્યાં પરંતુ સર્વસમર્થ મૃત્યુને:

" કાળા માથાતણા ઓ હે વિતર્કી વિશ્વલોકના,

સદવસ્તુને છુપાવે તું પડદાની પૂઠે એના જ ભાવના,

મુખ પ્રકૃતિનું જિંદુ જડભાવી પદાર્થોએ છુપાવતો

નિજ મૃત્યુતણો નૃત્યે છદ્મવેશ શાશ્વતીને સમર્પતો;

અજ્ઞાન મન કેરો તેં ચક રચેલ છે,

વિચારોને બનાવ્યો છે ભ્રાંતિ કેરો ભંડારી, લહિયો તથા,

ખોટો સાક્ષી બનાવ્યો છે મન કેરા દાસ ઇન્દ્રિયવર્ગને.

વિશ્વના શોક કેરો તું છે સૌન્દર્ય-ઉપાસક,

છે તું હિમાયતી એક રૂખડા ને વિષાદી તત્ત્વજ્ઞાનનો,

રોકી પ્રકાશને બ્હાર રાખનારા શબ્દો તેં વાપરેલ છે,

બોલાવી સત્ય આણ્યું છે જૂઠાણાને પ્રમાણવા.

સત્યતા બોલતી જૂઠું છે કિરીટ અસત્યનો,

ને એનું સહુથી મોંઘું રત્ન વિકૃત સત્ય છે.

જે મૃત્યુદેવ ! તું સત્ય બોલે છે તે સત્ય સંહારનાર છે,

તને ઉત્તર આપું છું પરિત્રાયક સત્યથી,

નવેસર જ પોતાને પ્રીછનારો મુસાફર,

પ્રારંભ કરવા માટે બિન્દુ એણે બનાવ્યું જડનું જગત્ ,

અનસ્તિત્વ બનાવ્યું છે એણે સ્વ-સ્થાન વાસનું

ને રાત્રિને બનાવી છે એણે એક પ્રક્રિયા નિત્ય-જ્યોતિની,

અને અમરતા પ્રત્યે પ્રેરનારું એણે છે કીધું મૃત્યુને.

પ્રભુએ શિર પોતાનું બુકાનીમાં રાખ્યું છે જડતત્ત્વની,

અચેતન અગધોમાં ચેતનાએ એની છે દીધ ડબકી,

સર્વજ્ઞતા જણાતી 'તી દૈત્યદેહી એક અજ્ઞાન તામસી;

૪૩


 

અસીમ એક મીંડાનું રૂપ લેતી અનંતતા.

પરમાનંદનાં એનાં ગહનોએ

રૂપ લીધું અસંવેદી ઊંડા અતલગર્તનું,

બની શાશ્વતતા એક અધ્યાત્મ રિક્તતા બૃહત્ .

મિટાવી દઈને એક આદિકાલીન શૂન્યતા

અકાળે સ્થાન પોતાનું લીધું રિક્તત્વની મહીં

ને એક વિશ્વનું રૂપ આલેખ્યું કે

જેથી આત્મા કાલે સાહસ આદરે

અને કુસ્તી કરે વજ્ર શી કઠોર અવશ્યંભાવિતા સહ

અને અનુસરે જીવ તીર્થયાત્રા જગત્ તણી.

કાળી અસીમતાઓમાં આત્માએ ગતિ આદરી,

પ્રાચીન શૂન્યતા મધ્યે રચ્યો એણે વિચારને;

પ્રભુ કેરી સુપ્રચંડ રિક્તતામાં ચૈત્ય પામ્યો પ્રકાશન,

ગુપ્ત ને શ્રમ સેવંત જાયમાન અગ્નિની દીપ્તિ એ હતો.

સુપ્રચંડા શકિત એની શૂન્ય-ગર્તે કરી કાર્ય રહી હતી;

અરૂપ ગતિ પોતાની ઘુમાવીને એણે આકારિતા કરી,

શરીર અશરીરીનું દીધું એણે બનાવી જડદ્રવ્યને.

પ્રારંભિક અને ઝાંખું જાગ્યું મહૌજ શાશ્વત.

પદાર્થે જડતાપૂર્ણ શ્વાસ લેવા માંડયું  જીવન ઘોરતું.

ઢળ્યું 'તું મન નિદ્રામાં અવચેતન જીવને;

જાગેલે જીવને એણે ભીમકાય પ્રસાર્યાં નિજ અંગને

ખંખેરી નાખવા નિદ્રા-જડતા નિજ જાતની;

કંપ સંવેદના કેરો ગયો વ્યાપી અસંવેદી પદાર્થમાં,

લાગ્યું ધબકવા હૈયું વિશ્વનું ને લાગ્યાં નયન દેખવા.

ખીચોખીચ અને મૂંગા ભેજાનાં કંપનોમહીં

ફાંફાં ચક્કરમાં મારી હતો વિચાર ઢુંઢતો,

એણે વાણીતણી શોધ કરી પોષ્યો નવા જન્મેલ શબ્દને,

ને જ્યોતિના રચી ગાળા

બાંધ્યો એણે સેતુ વિશ્વ કેરા અજ્ઞાનની પરે.

જાગ્રત મનમાં બાંધ્યું મનીષીએ સ્વ-ધામને.

તર્ક આદરતું પ્રાણી સંકલ્પ કરતું હતું,

યોજના કરતું 'તું ને કરી ખોજ રહ્યું હતું.

ટટાર એ થયો ઊભો પશુઓની મધ્યમાં સમકક્ષનાં,

નવેસરથી રચી એણે જિંદગી ને માપ્યું વિશ્વસમસ્તને,

૪૪


 

પોતાના ભાગ્યનો કીધો સામનો ને

અદૃષ્ટ શકિતઓ સામે ઊતર્યો મલ્લયુદ્ધમાં,

જીત્યા ને વાપર્યા એણે નિયમો સૃષ્ટિ શાસતા,

અને આશા કરી સ્વર્ગોના સવાર થવાતણી

અને પ્હોંચી જવાની તારકો પરે,

સ્વ-પરિસ્થિતિનો પ્રૌઢી સ્વામી પોતે બન્યો હતો.

માનવી જીવના આડા પડદાઓ પછવાડે છુપાયલો

અર્ધ-દેવ હવે તાકે મન કેરી બારીઓની મહીં થઈ:

એણે અજ્ઞાત જોયું છે

ઘૂંઘટ વણનું એણે જોયું છે મુખ સત્યનું;

એને કિરણ છે સ્પર્શ્યું નિત્યકાલીન સૂર્યનું;

પૂર્વદર્શનથી યુક્ત ઊંડાણોમાંહ્ય એ નિશ્ચલ નીરવ,

પરા-પ્રકૃતિની જ્યોતિમહીં જાગ્રત ઊભતો

અને ઉદય પામેલી પાંખો કેરા મહિમાને વિલોકતો,

વિલોકતો મહાશકિત પ્રભુ કેરી ઊતરી આવતી બૃહત્ .

 

ઓ મૃત્યુદેવ, તું જોતો અસમાપિત સૃષ્ટિને

આક્રાંત જે થતી તુંથી ને જેને ના ખાતરી નિજ માર્ગની,

મનો અપૂર્ણ ને અજ્ઞ જીવનો જ્યાં વસેલ છે,

ને તું 'પ્રભુ નથી ને છે વ્યર્થ સૌ' એમ બોલતો.

અત્યારથી જ શી રીતે બાલ પુખ્ત પરુષત્વ બતાવશે ?

છે એ બાલક તેથી શું કદી મોટો થશે ન એ ?

છે એ અજ્ઞાન તેથી શું કદી એ શીખશે નહીં ?

નાના નાજૂક બીજે છે મહાવૃક્ષ છુપાયલું,

તનુ જાતીયકોષે છે પુરાયેલું સતત્વ એક વિચારતું;

લધુ શુક્રાણુમાં એક લધુ તતત્વ રહેલ  છે,

એ વૃદ્ધિ પામતાં થાય વિજેતા ને મુનિ જ્ઞાની બની જતું.

તો મૃત્યુ !  તું બહિષ્કાર કરશે શું પ્રભુના ગૂઢ સત્યનો ?

નકારશે ચમત્કાર આધ્યાત્મિક નિગૂઢ શું ?

ત્યારેય શું કહેશે કે નથી આત્મા, નથી પ્રભુ ?

પ્રકૃતિ દ્રવ્યની મૂક થાય જાગ્રત ને જુએ;

છે વાણી વિરચી એણે ને સંકલ્પ એણે પ્રકટ છે કર્યો.

કૈંક પાર જુએ વાટ, જેની પ્રત્યે એનો પ્રયાસ થાય છે,

કૈંક વીંટી વળેલું છે એને, જેની પ્રત્યે એ વૃદ્ધિ પામતી :

૪૫


 

પ્રકાશે આણવો આત્મા, પુનરેવ પ્રભુમાં પરિવર્તવું,

જવું જાતતણી પાર, એ છે એનું કાર્ય શ્રેષ્ઠ પ્રકારનું.

ગુપ્ત પ્રભુમહીં વિશ્વે આરંભ અસ્તિનો કર્યો,

પ્રકટ પ્રભુની પ્રત્યે ધીરે ધીરે યાત્રા એની થતી જતી :

પૂર્ણતાએ પ્હોંચવાને શ્રમ સેવે આપણી આ અપૂર્ણતા,

કોશેટો છે દેહ ચૈત્ય-સ્વરૂપનો :

પોતાના બાહુમાં ધારે અનંત અંતવંતને,

કાળ યાત્રા કરે આવિષ્કૃત શાશ્વતતા પ્રતિ.

અદભુતા રચના જાદૂગર કેરી સદાયના,

જડદ્રવ્ય છુપાવે છે રહસ્યમયતા નિજી

પોતાનાં પણ નેત્રથી,

ગૂઢ સંજ્ઞાક્ષરે છે એ શાસ્ત્ર એક લખાયલું,

લેખ્યા પ્રમાણ છે ગુહ્ય કલા કેરું સર્વાશ્રર્યસ્વરૂપની.

સાક્ષી હ્યાં પૂરતું સર્વ એના ગુપ્ત પ્રભાવની,

એનું સાન્નિધ્ય ને એની શકિત લ્હેતા આપણે સર્વની મહીં.

સર્વોચ્ચ રાજતા એના મહિમાની જવાલા જે તે જ સૂર્ય  છે,

છે એક મહિમા ચંદ્ર કાંચની કાંતિ ધારતો.

જામેલી વ્યોમનું સ્વપ્ન એના મહિમાનું સ્વરૂપ છે.

મંડલે ઘૂમતા તારા આગેકૂચ છે એના મહિમાતણી.

એના સૌન્દર્યનું હાસ્ય હરાં વૃક્ષોમહીં પ્રસ્ફુટ થાય છે,

પુષ્પમાં વિજયી થાય એની સૌન્દર્યની ક્ષણો;

નીલ સાગરનું ગાન, નિર્ઝરીનો પરિભ્રાંત થતો ધ્વનિ

છે મર્મરસ્વરો નીચે આવનારા વીણાથી શાશ્વતાત્મની.

છે આ જગત સંસિદ્ધ થયેલો પ્રભુ બાહ્યમાં.

એનાં આચરણો આપે છે આહવાનો આપણી તર્ક-બુદ્ધિને

અને ઇન્દ્રિયગ્રામને;

અંધ જડ ક્રિયાઓથી એક અજ્ઞાન શકિતની,

ક્ષુદ્ર, અસ્પષ્ટ કે હીન કહી જેને આપણે તુચ્છકારતા

તે સાધનો વડે એણે નાની શી વસ્તુઓ પરે

અજ્ઞાન શૂન્યમાં એક મહિમાનું વિશ્વ ઊભું કરેલ છે.

રચ્યો છે પુંજ પોતાનાં રૂપો કેરો એણે અત્યણુ રેણુથી;

નજીવ વસ્તુઓમાંથી ચમત્કારો એના નિર્મિત છે થયા.

મન જો પંગુ હોયે ને પ્રાણ હોય અશિક્ષિત અપક્વ જો,

કારમા છળવેશો ને કર્મોએ હોય દુષ્ટ જો,

૪૬


 

તોય તે ઘટનાઓ છે એના અતિવિશાળ ને

વૈવિધ્ય પૂર્ણ વસ્તુની,

ને આવશ્યક સોપાનો એના જંગી જોખમી નાટ્યકાર્યમાં

આ અને અન્ય સર્વેથી રચે દુઃખભોગી એ નિજ નાટ્યને,

છે જે નાટક ને તેમ છતાં નાટક જે નથી

કિંતુ છે ગૂઢ યોજના

જેમાં પારતણી જ્ઞાનપ્રતિભા માર્ગ શોધતી

છાયા ને રાત્રિમાં ભેટો લેવાને નિજ નાથનો :

એની ઉપર છે ચોકી પહેરો તારકોતણો;

નિરીક્ષાતિ  એ એકાકી અનંતથી

મૂક દ્રવ્યમહીં મૂર્ત્ત કરે એ પરમાત્મને,

પ્રતીકાત્મક ચિત્તો ને જીવનોમાં

મૂર્ત્તિમંત કરે કેવળ બ્રહ્યને.

યાંત્રિક પટુતા એની છે ચમત્કારકારિણી;

જડદ્રવ્યતણે યંત્રે મૂક્યા અમલની મહીં

કાયદાઓ વિચારના,

એન્જિનોએ પ્રાણ કેરાં અર્પી સેવા શ્રમને ચૈત્ય જીવના :

મહાશકિતમતી માએ પોતાની સૃષ્ટિને રચી,

મહાકાય મનોમોજે સ્વયંબદ્ધ લોખંડી નિયમો વડે,

ને પૂરી પ્રભુને દીધો સમસ્યારૂપ વિશ્વમાં :

એણે સર્વજ્ઞ ને શાંત સુવાડ્યો છે નિદ્રામાં અજ્ઞતાતણી,

સર્વશકિતમાનને છે હાંક્યો પીઠે બેસાડી જડતાતણી,

નિજ અદભુત કર્મોના બૃહદાકાર વર્તુલે

પૂર્ણતાપૂર્ણ ચાલી એ પગલાંઓ માંડી દિવ્ય અચેતન.

બનાવી ખાતરીબંધ અમૃતત્વે જાતને મૃત્યુકાર્યથી;

કાળના પ્રવાહો દ્વારા દેખાતું 'તું મુખડું શાશ્વતાત્મનું.

પોતાના જ્ઞાનને એણે પહેરાવ્યું છદ્મ અજ્ઞાનતાતણું,

પાપના કારમા ક્યારે પોતા કેરા પુણ્યની વાવણી કરી,

પ્રવેશાર્થે સત્ય કેરા ભ્રાંતિનું બારણું કર્યું,

સેચ્યો દુ:ખાશ્રુએ એના છોડને સંમુદાતણા.

નિર્દેશ एक ને પાછાં ફરી રૂપો સહસ્રશ:;

દ્વન્દ્વ પ્રકૃતિનું ઢાંકી રાખતું अद्धितीय ને.

મિલને આ ભેળસેળ થતાં છદ્મોતણા શાશ્વતરૂપનાં,

ગૂંચવાયેલ આ નૃત્યે વિરોધોના આવેગી ભાવથી ભર્યા

૪૭


 

ઝગડો તેમની લુપ્ત એકાત્મરૂપતાતણો

આશ્લેષે જકડી જેમ

નિષિદ્વાલિંગને હોય પ્રેમીઓ જકડાયલા,

કુસ્તી ને ખેંચતાણે આ શકિત કેરી પરમાવધિઓતણી

પંથો કોટિક પૃથ્વીના દેવ પ્રત્યે જતા 'તા મથનો કરી.

બધાયે ઠોકરો ખાતા, ઠોકરો ખાઈ ચાલતા

માર્ગદર્શકની પૂઠે પૂઠે આગે જતા હતા,

છતાં ઠોકરો પ્રત્યેક પગલું જરૂરનું

અજ્ઞેય લક્ષ્યની પ્રત્યે અણજાણ્યા માર્ગોએ થઈને જતું.

એકમાત્ર પ્રભુ પ્રત્યે

બધા ભૂલો કરતા ને હતા આથડતા જતા.

જાણે કો રાક્ષસી જાદૂ વડે તેમ સ્વરૂપાંતર પામતી

ધારતી મુખ સંદિગ્ધ નિત્યકાલીન શકિતઓ :

પ્રતિમાઓ તીરછી દિવ્યતાતણી

પ્રાણીનાં ને ભૂતવેતાલનાં વદન ધારતી,

કર્ણ હરણ કેરા ને ખુરા વન્ય દેવતાઈ તુરંગની,

કે દેતી આશ્રયસ્થાન નિજ દૃષ્ટે પિશાચને.

વાંકીચૂંકી બનાવી એ દેતી ભૂલભુલામણી

મન કેરી વિચારતા,

થવા દેતી હતી કાયાપલટો હાર્દનો અને

દેતી 'તી આવવા રંગરાગિયા રાત્રિમાંહ્યથી

આનંદોના એના પવિત્ર મંદિરે

જાણે એક છદ્મવેશે મધપાની મહોત્સવે.

ઘોરી માર્ગો પરે, બગોમહીં જગતના હતા

તેઓ આળોટતા ભૂલી પોતાના દિવ્ય પાઠને,

દારૂડિયા સમા ઘોર દારૂએ ડાકિનીતણા,

કે નાના શિશુ શા તેઓ ઘૂંટણે ચાલતા હતા,

અને પ્રકૃતિ કીચે રમતો રમતા હતા.

માર્ગોને પ્રભુના કાપી કાઢનારી પ્રજ્ઞા સુધ્ધાંય એક છે

ભાગીદાર બનેલી એ ઘોર ગંભીર ખેલમાં :

છે ખોવાઈ ગઈ થેલી યાત્રિણીની, ખોવાઈ ગઈ પાવતી,

ઉકેલી શકતી ના એ નકશો કે ન તારો નીરખી શકે.

કંગાલ, નિજને સાચો માનનારો

સદાચાર છે મૂડી મૂલ એહની,

૪૮


 

વળી છે તર્કનો ગ્રાફ ફાંફાં મારી પમાયલો

કે અમૂર્ત્ત પરની દૃષ્ટિ એહની,

કે ક્રિયાવિધિ સાફલ્ય આપનારી એક ટૂંકી ઘડીતણું

પાઠવે એ, પ્રવેશાવે ઉપયોગ લક્ષનારી નિશાળમાં.

 

વિરાટ ચેતના કેરા સિંધુ કેરા બહિસ્તલે

જાળમાંહ્ય ઝલાયે છે ઝોલેઝોલાં વિચારો ક્ષુદ્ર કોટિના,

પરંતુ છટકી જાતાં મહાસત્યો એના અલ્પ પ્રસારથી;

સૃષ્ટિ કેરાં અગાધોથી રક્ષાયેલાં દૃષ્ટિ બ્હાર રહી જતાં,

અંધારે તરતાં તેઓ અખાતોમાં અંધ ને અણસીમ જે,

મનની નાનકી તાગ-દોરીઓથી સલામત,

અતિશે દૂર આવેલાં છીછરી ડૂબકીથકી

દીનહીન ડૂબકી મારનારની.

દેખતી આપણી મર્ત્ય દૃષ્ટિ અજ્ઞાન આંખથી;

પ્હોંચે નજર ના એની વસ્તુઓના ઊંડા હૃદયની પરે.

ભ્રાંતિની લાકડી કેરો લઈ ટેકો આપણું જ્ઞાન ચાલતું,

આરાધે એ મતો જૂઠા, આરાધે દેવ જૂથડા,

કે અસહિષ્ણુતાવાળા ઉગ્ર ધર્મે એ ધર્માંધ બની જતું,

યા તો કો એક જિજ્ઞાસુ, પ્રાપ્ત જે સત્ય થાય છે

તે પ્રત્યેક પર સન્દેહ રાખતો,

કે સંશયાત્મ જે મૂકે જ્યોતિ સામે નક્કર વજ્રના સમો,

કે હૈયું થીજવી દે જે શુષ્ક વક્ર સ્મિત સાથે કટાક્ષના,

કે માનવી મહીં છે જે દેવ તેને મિટાવતો

દ્વેષી માનવ જાતનો;

અંધારું એક ગોટાઈ રહેલું છે માર્ગો ઉપર કાળના,

એ ભૂંસી નાખવા તારા ઊંચકે છે નિજ મસ્તક રાક્ષસી;

વ્યાખ્યાત મન કરું એ રચે છે એક વાદળું

ને વચ્ચે અવરોધે છે વેદવચન સૂર્યનાં.

છે જ્યોતિ તે છતાં, છે દ્વારે પ્રકૃતિના ખડી :

મશાલ એક ધારી છે એણે દોરી જવા યાત્રિકને મહીં.

વાટ જોઈ રહી છે એ પેટાવાની ખંડોમાં ગુપ્ત આપણા;

છે એ તારક અજ્ઞાન અબ્ધિને અજવાળતો,

આપણા તૂતકે છે એ દીપ ભેદંત રાત્રિને.

જેમ જેમ વધે જ્ઞાન

તેમ તેમ ભભૂકીને ભીતરેથી જ્યોતિ ઉપર આવતી :

૪૯


 

છે પ્રકાશતો એક યોધ માનસનીમહીં,

ભવિષ્ય ભાખતે હૈયે સ્વપ્નનો વૈનતેય એ,

છે એ કવચ સંગ્રામે, પ્રભુનું એ ધનુષ્ય છે.

વધુ મોટી પછી આવે ઉષાઓ, ને વૈભવો પ્રાજ્ઞતાતણા ;

પસાર થાય ઓળંગી આત્મા કેરાં ક્ષેત્રો અર્ધ-પ્રદીપિત

અને ઝાંખપથી ભર્યાં

તત્ત્વ જ્ઞાન ચઢે ઊંચે

મેઘની મેખલાવાળાં શિખરોએ વિચારનાં

અને વિજ્ઞાન તોડીને બ્હાર કાઢે ગૂઢ પ્રકૃતિ-શકિતઓ,

જે જંગી જીનના જેવી પૂરી પાડે વામણાની જરૂરતો,

આણે પ્રકાશમાં ઝીણી સીલબંધ વિગતો એ નિસર્ગની,

ને એની જ બનાવીને શકિત બંદી,

તેની સહાયથી જીત એની ઉપર મેળવે.

મનના ઘૃષ્ટમાં ઘૃષ્ટ ઊડણે જે શિખરો પ્રાપ્ત થાય ના,

ત્યાં લોપ પામતા કાળ કેરી એક કિનારે જોખમે ભરી,

પરાવૃત્ત થઈ આત્મા પ્રવેશે છે

પોતાના મૃત્યુથી મુક્ત પરમાત્મસ્વરૂપમાં;

બને મનુષ્યનું જ્ઞાન પ્રભુ કેરી પરમોચ્ચ મહાપ્રભા.

પ્રદેશ ગુહ્ય કેરો  છે શકિત જ્યાંથી છલંગી બ્હાર આવતી,

જેનો પ્રજવલતો અગ્નિ દ્રષ્ટાનાં ને ઋષિનાં નયનોમહીં;

દિવ્ય દર્શનની દૃષ્ટિ વીજ જેમ ઝબૂકતી,

રમે માનસની એક ભીતરી  ધારની પરે :

વિચાર મૌન પામેલો તાકે એક વૈભવી શૂન્યની પરે.

ગૂઢ અદૃષ્ટ શૃંગોથી નીચે એક આવે અવાજ ઊતરી :

ઝંઝાના મુખથી બ્હાર આવતો એ છે પોકાર પ્રદીપ્તિનો,

રાત્રિનાં ગહનો સાથે વાર્તાલાપ કરે છે તે અવાજ એ,

છે ગડેડાટ એ ને છે આહવાન ભભૂકતું.

અજ્ઞાન ભૂમિથી ઊંચે ભૂમિકાઓ ચડંત જે

તેમની ઉપરે એક ઊંચકાયેલ હસ્ત છે

અદૃશ્યના રાજ્યતણી પ્રતિ;

અંધત્વ આંખને દેતી પરચૈતન્યવંતની

રેખા કેરી પારમાં ઊંચકાયલો,

અજ્ઞાતના ચક્રોને એ ચૂંટીને અળગા કરે;

આત્મા જે અંતરે છે તે શાશ્વતાત્માતણાં નેત્રોમહીં જુએ.

૫૦


 

આપણાં હૃદયો બ્હેરાં હતાં જે શબ્દની પ્રતિ

તે શબ્દ એહ સંભાળે,

વિચારો આપણા અંધ જે જવાલામાં બની જતા

તેની આરપાસ એ અવલોકતો; 

ખુલ્લા સ્તનોથકી પાન કરે ભવ્ય સત્યની દેવતાતણા,

ને લે શીખી રહસ્યો શાશ્વતીતણાં .

આમ મગ્ન હતું સર્વ સમસ્યારૂપ રાત્રિમાં,

આમ ઊંચે ચડાવાતું સર્વ આંજી દેતો આદિવ્ય આંબવા.

હે મૃત્યુદેવ ! આ તારા રાજ્ય કેરું રહસ્ય છે.

અનિયંત્રિત દુઃખાન્ત ક્ષેત્રમાં પૃથિવીતણા

લક્ષ્યરહિત યાત્રામાં એની સૂર્યે વહાયલા

મહાન મૂક તારાઓ કેરી બેળે થતી પ્રગતિની વચે,

ક્ષેત્રોમાં પ્રભુના એક અંધકારે વસવાટ કર્યો હતો,

ને ત્વત્સ્વરૂપની આણ વર્તતી 'તી જગતે જડદ્રવ્યના.

તારા છદ્મે છુપાવ્યું છે મુખ શાશ્વતરૂપનું,

જેણે જગત સર્જ્યું છે સંમુદા તે છે પડેલી સુષુપ્તિમાં.

તજાયેલી અપારે એ તંદ્રાલીન રહેલ છે :

અનિષ્ટ પલટે એક અંગો એનાં પકડાઈ ગયેલ છે,

એવાં કે જાતનેયે એ હવે તો જાણતી નથી.

એની સર્જક નિદ્રામાં થઈ કુદકતી જતી

નાજુક સ્મૃતિઓ માત્ર સુખ-સુન્દરતાતણી

એને માટે જે હતાં સરજાયલાં

લીલાં દુકૂલ ધારે છે એવાં વૃક્ષોતણી વચે

નભ કેરા નીલા હાસ્યતણી તળે,

ને સુગંધો તથા રંગો સુખે જ્યાં વેડફાઈ છે,

તારાઓની સ્વપ્ન-જ્યોતિતણા સાવધ જાગરે,

ધ્યાનમાં મગ્ન શૈલોનાં ઉચ્ચ મસ્તકની વચે,

વિલાસવાંછુ ને વર્ષાચુંબિતા વસુધાતણા

વક્ષ:સ્થળતણી પરે,

ને નીલ નીલમી ગોથાં ખાતા સિંધુ સમીપમાં.

કિંતુ નિર્દોષતા આધ હવે લુપ્ત થયેલ છે

ને મુત્યુ અથ અજ્ઞાન મૃત્યુલોક પરે રાજ્ય ચલાવતાં

અને પ્રકૃતિને મોંએ ધારેલો છે રંગ વધુ વિષાદનો.

૫૧


 

પૃથ્વીએ સાચવી રાખી છે હજીએ પોતાની પૂર્વકાલની

મોહની ને મનોજ્ઞતા,

હજીએ ભવ્યતા એની રહી છે ને રહી સુન્દરતાય છે

પરંતુ પડદા પૂઠે નિવાસી દિવ્ય છે રહ્યો.

આત્માઓ માણસો કેરા ભટકે દૂર જ્યોતિથી

તે છે મહાન માતાઓ લીધું સ્વ-મુખ ફેરવી.

આંખો બંધ થયેલી છે સર્જતી સંમુદાતણી,

ને એને નિજ સ્વપ્નાંમાં શોક-સ્પર્શ થયેલ છે.

શૂન્યની નિજ સેજે એ પાસાં ફેરવતી અને

ઉછાળા મારતી રહે,

કેમ કે ના શકે જાગી એ ને પ્રાપ્ત ના સ્વરૂપ કરી શકે

ને પોતાનું પૂર્ણ રૂપ પાછું ના વિરચી શકે,

સ્વભાવ વિસરાયો છે અને એની અવસ્થા વીસરાઈ છે,

સહજપ્રેરણા વીસરાઈ છે સુખશર્મની,

વીસરાયું સર્જવાનું એક આનંદલોકને,

તેથી પોતે રડે છે ને રડાવે છે પોતાના જીવલોકને;

શોકની ધારથી હૈયાં ચકાસંતી પોતાનાં બાળકોતણાં,

આશા ને શ્રમના વ્યર્થ બિગાડે જીવને થતા

ખરચી નાખતી દુઃખ-અશ્રુઓની મર્મસ્પર્શી વિલાસિતા.

ઓથારી પલટામાંહે અર્ધ-ભાનવાળા એ નિજ સ્વપ્નના

યાતના વેઠતી પોતે અને દેતી યાતના નિજ સ્પર્શથી,

આપણાં હૃદયો, દેહો અને જીવન પાસ એ

આવે કઠોર ને ક્રૂર ધારીને છદ્મ દુઃખનું.

સ્વભાવ આપણો વાંકા વળવાળો અકાળજન્મથી થયો,

વાંકા જવાબ વાળે એ

આઘાતોને જિંદગીના સશંક પ્રશ્ન પૂછતા,

વિશ્વ કેરી વ્યથામાંથી તિક્ત આસ્વાદ મેળવે,

ને પીએ મધ તેજીલું દુઃખની દુષ્ટતાતણું.

છે શાપ એક લાગેલો જિંદગીના પવિત્ર સુખની પરે :

પ્રમોદ પ્રભુની સૌથી મીઠી સંજ્ઞા

છે સૌન્દર્ય સાથે જન્મેલ જોડિયો,

અભીપ્સા રાખતો સંત અને રૂક્ષ મુનિ એથી ડર્યા કરે,

એને દૂર રખાયે છે, ભયકારી સંદિગ્ધ શઠ છે કહી,

નારકી શકિતની સત્ય ભાસતી યુક્તિ એક એ,

૫૨


 

લોભાવી લઈ એ જાય આત્મહાનિ ને પાત પ્રતિ આત્મને.

નીતિના આગ્રહી દેવે બનાવ્યું છે સુખને વિષનું ફળ,

કે દવા લાલ વેચાતી મૃત્યુ કેરા બજારમાં,

અને પ્રકૃતિની મોટી મુદા કેરું બાલ છે પાપને કર્યું.

તે છતાં જીવ પ્રત્યેક સુખ કેરા શિકારે નીકળેલ છે,

ક્રૂર દુઃખોતણે સાટે ખરીદતો

કે વિદારી બલાત્કારે જડ હયું ચેતનાહીન ગોલનું

મહસુખતણો એક ટુકડો લે, લે તૂટી એક ઠીકરી.

હર્ષ પોતેય જાયે છે બની ગરલ-ઘૂંટડો,

એની ભૂખતણો દૈવે બતાવ્યો છે ગલ ઘોર પ્રકારનો.

બધાં સાધન લેખાતાં રૂડાં એનું રશ્મિ એકાદ ઝાલવા,

ક્ષણના  મોદને માટે બલિદાન શાશ્વતીનું અપાય છે :

છતાં આનંદ માટે, ના દુઃખ માટે છે બનાવાયલી ધરા,

ને નથી સ્વપ્ન એ એક દુઃખ સ્હેતા અંતવિહીન કાલમાં.

નિજાનંદાર્થ જોકે છે સરજ્યું પ્રભુએ જગત્ , 

છતાં એક અજ્ઞાન શકિત એના સંકલ્પ સમ ભાસતી

કાર્યભાર હસ્તમાં નિજ રાખતી,

ને ઊંડા એક જૂઠાણે મૃત્યુ કેરા કરી  છે વશ જિંદગી. 

ક્રીડારૂપ બન્યું સર્વ યદ્દચ્છાની દૈવાનુકારકારિણી.

 

ગભીર નીલમ વ્યોમ સમી એક હવા છૂપી પ્રમોદની

શ્વસે છે આત્મ આપણાં;

આપણાં હાર્દ ને અંગો સંવેદે છે એના અસ્પષ્ટ સાદને,

ઇન્દ્રિયો આપણી એને માટે ફંફોળતી અને

સ્પર્શતી ને ગુમાવતી.

જો આ નિવૃત્ત થાયે તો થઈ જાયે નિમગ્ન જગ શૂન્યમાં;

જો આ ન હોત શકિતમાન હોત નહીં કશું

હાલચાલવા અગર જીવવા.

છે ગુપ્ત એક આનંદ મૂળમાં વસ્તુઓતણા.

એક અશબ્દ આનંદ 

અવલોકી રહેલો છે અસંખ્ય કર્મ કાળનાં: 

અવકાશે વિશાળું છે આપ્યું સ્થાન વસ્તુઓમાં વસાવવા

આનંદ પરમાત્મનો,

જન્મ્યા છે આપણા જીવો નિજાત્મામાં વસાવવા

૫૩


 

આનંદ પરમાત્મનો.

આ વિશ્વ સાચવી રાખે પુરાણી એક મોહિની;

વિશ્વાનંદતણા પ્યાલા કંડારેલા  છે એની સર્વ વસ્તુઓ

મધ મોહક જેહનું

કો ઊંડા ચૈત્ય આત્માનું પાન છે સંમુદાતણું :

સર્વાશ્ચર્યસ્વરૂપે સ્વ-સ્વપ્નાંઓથી સ્વર્ગ સાન્દ્ર ભરેલ છે,

રિક્ત પ્રાચીન આકાશ

ધામ એણે બનાવ્યું છે પોતાનું અદભુતે ભર્યું;

રેડ્યો છે નિજ આત્માને સંકેતોમાંહ્ય દ્રવ્યના:

જળે છે અગ્નિઓ એના ભવ્યતાના  મોટા માર્તંડની મહીં,

વ્યોમમાં વિલસંતો એ સ્વર્ગાકાશમહીં સરે;

છે એ સૌન્દર્ય આનંદગાન ગાતું ક્ષેત્રો મધ્યે અવાજનાં;

શ્લોકો આલાપતો એહ વાયુના ઊર્મિગીતના;

છે એ રાત્રિ સમી મૌન નક્ષત્રોમાં નિરીક્ષતું;

જાગી ઉઠી પ્રભાતે એ ડાળેડાળથકી અહવાન આપતો,

શિલામાં સ્તબ્ધ સૂતો એ અને સ્વપ્ન સેવતો પુષ્પ-પાદયે.

આ પરિશ્રમ ને કેલશમહીંયે અજ્ઞતાતણા,

કઠોર ને ભયે પૂર્ણ જમીને આ સંકષ્ટ ધરણીતણી,

મૃત્યુ ને ઘટના ઘોર છે છતાંયે

સંકલ્પ જીવવાનો ને અસ્તિ કેરો રહે છે આગ્રહે ભર્યો.

ભેટે ઇન્દ્રિયને જે તે સર્વમાં એક હર્ષ છે,

છે હર્ષ ચૈત્ય-આત્માના સર્વાનુભવમાં રહ્યો,

અશુભે હર્ષ છે એક ને હર્ષ એક છે શુભે,

છે હર્ષ પુણ્યમાં એક, છે હર્ષ પાપની મહીં :

કર્મના કાયદા કેરી ધમકી લેખવ્યા વિના,

નિષિદ્ધ ભૂમિમાં હર્ષ ઊગવા હામ ભીડતો,

પીડાના છોડ ને ફૂલોમહીં એનો પ્રવાહ રસનો વહે :

નાટકે ભાગ્ય કેરા ને ઘોર દુર્ભાગ્યના પુલક એ લહે,

શોક ને સંમુદામાંથી તોડીફોડી એ અન્ન નિજ મેળવે,

પોતાના ઓજને તેજ બનાવે એ જોખમે ને મુસીબતે;

સરીસૃપ અને કીટ-કૃમિના સાથ લોટતો,

અને શિર કરે ઊંચું નિજ તારા-સમોવડો;

લે ભાગ એ પરીઓના નૃત્યમાં ને

પિશાચોની સાથે ભોજનમાં ભળે :

૫૪


 

અનેક ભાસ્કરો કેરી પ્રભાને ને ઉષ્માને એ નિષેવતો,

સૂર્ય સૌન્દર્ય કેરો ને સૂર્ય શકિતતણો કરે

સોનેરી રશ્મિમાલાથી સ્તુતિ એની પોષતો ને રિઝાવતો;

દૈત્ય ને પ્રભુની પ્રત્યે પામતો અભિવૃદ્ધિ એ.

પૃથ્વી પર વિલંબે એ પીતો ઊંડો ઘૂંટડો તૃપ્તિ આપતો,

એનાં સુખ તથા દુઃખ કેરા પ્રતીકના વડે

દ્રાક્ષા સ્વર્લોકની લે એ, લે રસાતલનાં સુમો,

જવાલા-કટારના ઘાવ અને નરકવાસની

યંત્રણાની કરામતો,

નંદન-મહિમા કેરા ખંડકો ઝંખવાયલા.

દિન હીન ભોગોમાં માનવી જિંદગીતણા,

ક્ષુદ્ર ભાવરસોમાં ને પ્રમોદોમાં એને આસ્વાદ આવતો,

આસ્વાદ અશ્રુઓમાં ને ભગ્ન હૈયાંતણી રિબામણીમહીં,

મુકુટે હેમ કેરા ને કંટકોના કિરીટમાં,

જિંદગીની સુધા કેરી માધુરીમાં ને તિક્ત મદિરામહીં.

અજ્ઞાત સંમુદાર્થે એ સારુંયે સત્ત્વ શોધતો,

નવી અદભુત ચીજોને માટે તાગી જોતો સર્વાનુભૂતિને.

લાવે જીવન પૃથ્વીના જીવના દિવસોમહીં

ઉચ્ચ ધામથકી એક અર્ચિષ મહિમાતણી :

લે ઘેરું રૂપ એ એનાં ચિંતનો ને કલામહીં,

કો પૂર્ણ શબ્દની દીપ્તિ પ્રત્યે મારે ઉછાળ એ,

જીવના ઉચ્ચ સંકલ્પો ને ઉદાત્ત કર્મોએ હૃષ્ટ થાય એ,

ભમે ભૂલોમહીં એની, ગર્ત-ધારે કરી સાહસ જાય એ,

એનાં આરોહણોમાં એ આરોહે ને આળોટે નિમ્ન પાતમાં.

દેવ-દાનવ કન્યાઓ ભાગીદાર એના આવાસની બને,

જિંદગીના હાર્દ માટે સ્વામિનીઓ કે સ્પર્ધા સેવતી ઉભે.

વિશ્વના દૃશ્યના ભોક્તા માટે તો માનવીતણી

મહત્તા ને લઘુતા સમરૂપ છે,

એનું ઔદાર્ય ને એની નીચતા છે

રંગો નંખાયલા કોક ઉદાસીન દેવોની પૃષ્ટભૂ પરે :

કરી છે યોજના જેણે તે કલાકારનું કલા-

કૌશલ્ય એ વખાણતો,

કિંતુ આ ખતરાવાળો ખેલ હંમેશ ના ટકે :

પૃથ્વીની પાર પ્રજ્ઞાન ને આનંદ પોતાની શ્રેષ્ઠ સિદ્ધિનો

૫૫


 

કિરીટ મુક્તિ પામેલી પૃથ્વી માટે કરી સજ્જ રહેલ છે :

દૈવી બોલાવતું સત્ય સવિચાર મનુષ્યને.

આખરે વળતો જીવ નિત્યની વસ્તુઓ પ્રતિ,

મંદિરે મંદિરે પ્રાર્થે એ આલિંગન ઈશનું

પછીથી સર્વથી શ્રેષ્ઠ ભજવાય નિગૂઢતા,

અભિવાંછિત સંસિદ્ધ ચમત્કાર થતો પછી.

અમર્ત્ય સંમુદા ખોલે તારા પ્રત્યે નિજ આયત લોચનો,

બલિષ્ટ નિજ ગાત્રોને કરે છે ગતિમાન એ;

રોમહર્ષ લહે કાળ એના પ્રમોર્મિગીતથી,

ને ભરાઈ જતું વ્યોમ શુભ્ર એક મહાસુખે.

પછી માનવ હૈયાને છોડી એના વિષાદમાં,

તજી વાણી અને ક્ષેત્રો નામે નિર્ણય પામતાં,

દૂરદૃષ્ટ વિભાવંત શબ્દહીન વિચારના

વ્યોમની મધ્યમાં થઈ,

વિચારમુકત ને નગ્ન સ્વર્ગો પાર કરી કેવળ દૃષ્ટિનાં

આરોહે શિખરોએ એ છે જ્યાં અજન્મ ભાવના

સ્મરતી ભાવિને જેહ થવાવાળું અવશ્ય છે,

નીચી નજર નાખે છે શ્રમસેવી શકિતનાં કાર્યની પરે,

અવિકારી રહી ઊર્ધ્વે પોતે રચેલ વિશ્વથી.

સત્યના સૂર્યના સ્વર્ણ-વર્ણ બૃહદ હાસ્યમાં

મહાન સ્વર્ગના પંખી જેમ એક સ્થિર સાગરની પરે

સમતોલ બનેલો છે એના સર્જક હર્ષનો

પ્રોત્સાહ પાંખ ધારતો

સનાતનતણી શાંતિ કેરા સ્પંદહીન અગાધની પરે.

શૂન્યકારથકી  જયારે સૌન્દર્યે તરબોળ આ

સૃષ્ટિ ભવ્ય સમુદ્ ભવી

આછા ધુમ્મસથી છાયાં જળો મધ્યે અચિત્ કેરી સુષુપ્તિનાં,

ત્યારે લક્ષ્ય હતું આ ને સર્વશ્રેષ્ઠ હતો નિયમ સત્ય આ,

કાર્ય સોંપી અપાયેલું નિસર્ગને,

આ માટે પરમાત્માનું પાતાળે આવવું થયું,

ભરી દીધી દ્રવ્ય કેરા અજ્ઞાન ઓજની  મહીં

એણે સ્વકીય શકિતને,

ખુલ્લા રાત્રિત્રણા સત્રે જ્યોતિ મોટા ધામની પ્રકટાવવા

મૃત્યુના રાજ્યમાં પાછું અમૃતત્વ વસાવવા.

૫૬


 

રૂપાંતરતણું એક કાર્ય ગૂઢ પ્રકારે મંદ ચાલતું.

આપણી પૃથિવી આખી આરંભ પંકથી કરી

આકાશે અંત પામતી,

ને પ્રેમ જે હતો એકવાર પાશવ કામના

ને પછી હૃષ્ટ હૈયામાં હતો મધુ પ્રમત્તતા

ને સુખી મનમાં સાહચર્ય ઉત્સાહથી ભર્યું

તે અધ્યાત્મિક આકાંક્ષા કેરો જાય અવકાશ બની બૃહત્ .

એકાકી જાય છે જીવ ભાવાવેશે ભર્યો કેવલની પ્રતિ,

મનુષ્ય પર છે પ્રેમ જે હૈયાનો તે હૈયું પ્રભુ-પ્રેમથી

પુલકો ધારતું બને,

એનો આવાસ છે દેહ ને એનું મંદિરેય છે.

ભેદભાવથકી ત્યારે પરિત્રાણ પામે છે આત્મા આપણો;

બધું તદરૂપતા પામે, સંવેદતું પ્રભુમાં સૌ નવેસર :

બહાર ઝૂકતો પ્રેમી દ્વારથી સ્વ-વિહારના

આખા જગતને ભેગું કરી લેતો પોતાના એક અંતરે.

પછીથી રાત્રિ કેરા ને મૃત્યુ કેરા કાર્યનો અંત આવશે :

હશે પ્રાપ્ત થયું ઐકય ને સંઘર્ષ શમ્યો હશે

ને થયું સર્વનું જ્ઞાન હશે ને સૌ પ્રેમાલિંગનમાં હશે

ત્યારે અજ્ઞાન ને દુઃખ પ્રત્યે કોણ પાછું મોં ફેરવી જશે ?

 

હે મૃત્યુ ! મેં તને જીતી લીધો છે મુજ ભીતરે;

શોકને હુમલે હાવે હું ધ્રૂજી ઊઠતી નથી;

સ્થિત અંતરમાં ઊંડે મહાસમર્થ શાંતિએ

દેહે ને ઇન્દ્રિયગ્રામે મારા વાસ કરેલ છે :

એ લઈ  વિશ્વનું દુઃખ બલમાં પલટાવતી,

એ વિશ્વાનંદને એક બનાવે છે આનંદ સાથ ઈશના.

પ્રભુની શાંતિના સિંહાસને મારો સનાતન

પ્રેમ આરૂઢ છે થયો;

કેમ કે ઊડવાનું છે પ્રેમે સક્ષાત્ સ્વર્ગોની પારપારમાં

ને શોધી કાઢવાનો છે અનિર્વાચ્ય નિજોદ્દેશ છુપાયલો;

પલટી નાખવાની છે એણે એની રીતો માનવજાતની

રીતોમાં દિવ્યતાતણી,

ને તોય રાખવાનું છે રાજ્ય એનું સૃષ્ટિની સંમુદા પરે.

હે મૃત્યુદેવ ! મેં મારા હૈયા કેરી મધુરી તીવ્રતાર્થ ના

૫૭


 

કે ના મારા સુખી દેહ કેરા મોદાર્થ માત્ર કૈં

માગ્યો છે તુજ પાસેથી કરી દવો જીવતા સત્યવાનને,

પરંતુ જે અમોને છે ધર્મકાર્ય અપાયલું 

તે તેના ને મારા કર્તવ્ય કારણે.

અમારાં જીવનો દૂતો પ્રભુના છે તારામંડળની તળે,

મૃત્યુની છાયાની નીચે રહેવાને એમનું આવવું થયું

અજ્ઞાન લોકોને માટે પ્રભુ કેરા પ્રકાશને

પ્રલોભાવી લાવવા પૃથિવી પરે,

પોલાણ માનવો કેરાં હૃદયોનું ભરવા પ્રભુ-પ્રેમથી,

પ્રભુના પરમાનંદ વડે દુઃખ દુનિયાનું મટાડવા.

કેમ કે સ્ત્રી-સ્વરૂપા છું શકિત હું પરમેશની,

માનુષ્યે સત્યવાન છે

એકમાત્ર પ્રતિનિધિ સનાતન-સ્વરૂપનો.

તારા નિયમથી મારો, મૃત્યદેવ ! છે સંકલ્પ મહત્તર;

દૈવની શુંખલાઓથી પ્રેમ મારો બલિષ્ઠ છે :

અમારો પ્રેમ સ્વર્ગીય સીલ છે પરમાત્મની.

તારા વિદારતા હસ્ત સામે રક્ષા હું એ સીલતણી કરું.

પૃથ્વી ઉપર પ્રેમે ના વસવાટ કરવો બંધ જોઈએ;

કેમ કે પ્રેમ છે શુભ્ર કડી ભૂને સ્વર્ગની સાથ સાંધતી,

દૂરસ્થ પરમાત્માનો પ્રેમે હ્યાં દેવદૂત છે.

પ્રેમ મનુષ્ય કેરા છે સ્વાધિકાર કેવલ-બ્રહ્યની પરે."

પરંતુ મૃત્યુને દેવે સ્ત્રીને ઉત્તરમાં કહ્યું,

નિરુત્સાહ કરી દેતા શ્રમને તારકોતણા

વ્યંગપૂર્ણ મહાહાસ્ય વડે નિજ અવાજના : 

" મનુષ્યો આ પ્રમાણે જ સત્યની વંચના કરે

વિચારોએ વિભાસતા.

આ રીતે રોકશે ભાડે તું પાખંડી મનને વૈભવે ભર્યા,

આદર્શની હવા કેરા એના સુસૂક્ષ્મ તંતુથી

દેહની નગ્ન વાંછાઓ કેરા ઝીણા વાઘાઓ કાઢવા વણી 

અને હૃદયનો તારો લોભલાલચથી ભર્યો

પકડી રાખતો રાગી ભાવ વસ્ત્રે સજાવવા ?

સજ ના જિંદગી કેરી જાળ જાદૂઈ રંગથી :

રૂડું તો એ કે તું તારા વિચારને

સ્પષ્ટ સાદું અને સત્યનિષ્ઠ દર્પણ દે કરી,

૫૮


 

પ્રતિબિંબબિત જ્યાં થાય જડદ્રવ્ય અને મરણશીલતા,

ને તારી જાતને જાણ પેદાશ માંસપિંડની,

બનાવટતણી જાત બનાવટતણા જગે.

છે તારા શબ્દ મોટેરા મર્મરાટો રહસ્યમય સ્વપ્નમાં.

કેમ કે માનવી કેરા મેલા હૃદયની મહીં

અસ્ફુટ મહિમા તારા સ્વપ્ન-નિર્મિત ઈશનો

કેવી રીતે રહી શકે ?

કે જેને તું નામ આપે મનુષ્યનું.

તે નંગા ને બેપગાળા જંતુમાં દેવતાતણું

મુખ ને રૂપ જોવાનો, કહે, કોણ સમર્થ છે ?

માનવી મુખ ઓ ! નાખ ઉતારી તું મો 'રાં માનસ-ચીતર્યાં:

રહે પશુ અને કીટ બની, છે જે ઉદ્દેશ પ્રકૃતિતણો;

સ્વીકારી તુજ જન્મ મોઘ, જીવન સાંકડું.

કેમ કે સત્ય છે ખુલ્લું શીલા જેવું અને કઠોર મૃત્યુ શું;

ખુલ્લામાં તું રહે ખુલ્લી, સત્ય કેરી કઠોરતા

સાથે ધારી કઠોરતા."

પરંતુ ઉત્તરે કે'તી સાવિત્રી ઘોર દેવને:

" હા, હું છું માનુષી, તેમ છતાં મારા પ્રભાવથી,

ઉલ્લંઘી શોક ને દુઃખ, ઉલ્લંઘી દૈવે, મૃત્યુને,

તને પગ તળે ખૂંદી મનુષ્ય અમૃતત્વનાં

શિખરોએ પહોંચશે,

કેમ કે વાટ માનુષ્યે પોતાની ઘટિકાતણી

પ્રભુ જોઈ રહેલ છે.

હા, છદ્મ પ્રભુ કેરું છે મારી માનવરૂપતા :

મારામાં વાસ છે એનો, છે એ મારાં કર્મો કેરો  પ્રવર્તક,

એના સંસારના કાર્ય કેરા મોટા ચક્રને એ ચલાવતો.

હું એની જ્યોતિનો જીવંત દેહ છું,

હું એની શકિત કેરું છું હથિયાર વિચારતું,

હું જ્ઞાનને કરું મૂર્તિમંત પાર્થિવ વક્ષમાં,

હું એનો જયશાળી છું સંકલ્પ ન હણ્યો જતો.

રૂપરહિત આત્માએ આલેખ્યું છે મારમાં નિજ રૂપને;

છે મારામાં અનામી ને મારામાં ગુપ્ત નામ છે."

મૃત્યુએ નિજ પોકાર પાઠવ્યો ત્યાં અવિશ્વાસી તમિસ્રથી :

" ઓ હે પુજારિણી !  ધામે કલ્પનાના, સ્થાયી ને સ્થિંર કાયદા

૫૯


 

મનાવી લે સર્વ પ્હેલાં નિસર્ગના

અને અશક્યને તારું નવી દે કાજ રોજબરોજનું.

બે સદાના શત્રુઓને પરાણે તું શી રીતે પરણાવશે ?

સમાધાન વિનાના એ પોતાના પરિરંભમાં

નિરર્થક બનાવી દે નિજ શુદ્ધ પરમાવધિઓતણો

મહિમા દિવ્ય કોટિનો :

અમંગલ વિવાહે આ હાનિ પામે શકિત કુંઠિત તેમની.

તારો સંકલ્પ શી રીતે સાચામાં ને જૂઠામાં ઐક્ય આણશે ?

જડ દ્રવ્ય જ જ્યાં સર્વ કાંઈ છે ત્યાં આત્મા તો એક સ્વપ્ન છે :

જો સૌ આત્મા જ હોયે તો જૂઠાણું જડદ્રવ્ય છે,

ને એ જૂઠો હતો કોણ જેણે જગત છે ઘડ્યું ?

સત્ અસત્  સાથ સંલગ્ન ન વિવાહે થઈ શકે.

વળવા વિભુની પ્રત્યે વાંછે તેણે છોડવાનું રહ્યું જગત્ :

ભ્રહ્યમાં વાસ વાંછે જે તેને માટે રહ્યું જીવન છોડવું;

પરમાત્માતણો ભેટો થયો જેને તે દે છે જાતને તજી.

મનના કોટી માર્ગોએ યાત્રા છે જેમણે કરી,

ને અસ્તિત્વ કરી પાર ગયા જેઓ અંત પર્યંત એહના,

તે જ્ઞાની મુનિયોને છે જણાયું કે

નિર્વાણમાત્ર છે એક સુરક્ષિત સમાશ્રય.

બે માત્ર બારણાંઓ છે માનવીને માટે છટકવાતણાં,

દેહનું મૃત્યુ છે એક દ્વાર શાંતિ માટેનું જડદ્રવ્યનું,

એના ચૈત્યતણું મૃત્યુ દ્વારા બીજું એનું અંત્ય મહાસુખ.

મારું શરણ કે સર્વે, કેમ કે હું મૃત્યુ છું પરમેશ્વર."

બલિષ્ઠ દેવને કિન્તુ સાવિત્રીએ પ્રતિ-ઉત્તર આપિયો :

" બુદ્ધિ કેરા વિચારોથી હૈયું મારું વધારે જ્ઞાનવાન છે,

હે મૃત્યુ ! તુજ પોશોથી હૈયું મારું બળવાન છે.

જુએ છે ને લહે છે એ સર્વમાંહ્યે એક હૃદય સ્પંદતું,

અને અનુભવે છે એ સૂર્ય જેવા કરો પરમદેવના,

વિશ્વાત્માને વિલોકે છે લાગેલો નિજ કાર્યમાં;

ઝાંખી રાત્રિમહીં પોઢેલું એકલું પ્રભુ સાથ એ.

બળ છે મુજ હૈયામાં ઊંચકીને જવાનું શોક વિશ્વનો,

ને કદી ડગશે એ ના નિજ પંથે પ્રકાશના

શુભ્ર વિશાળ કક્ષામા જાય છે જે પ્રભુની શાંતિમાં થઈ.

કરી પાન શકે છે એ પૂરેપૂરા સર્વાનંદસમુદ્રનું,

૬૦


 

ને કદીય ગુમાવે ના શુભ્ર અધ્યાત્મ સ્પર્શને,

ને ના શાંતિ પરિવ્યાપ્ત અગાધિત અનંતમાં."

યમ બોલ્યો, " ખરેખાત, શું તું આવી બલિષ્ઠ છે ?

હૈયા ઓ ! ચૈત્ય આત્મા ઓ !  શું તું આવી વિમુક્ત છે ?

માર્ગની બાજુની મારી પુષ્પિતા  ડાળીઓથકી

તો શું ચયન તું શુભ્ર સુખો કેરું કરી શકે

ને ના ડગમગે તોય કાઠી તારી યાત્રા કેરા નિશાનથી,

વિશ્વનો વિષય સ્પર્શ પામે તું તે છતાંયે ન કદી પડે ?

મને બતાવ તું તારું બળ, મારા નિયમોથી મુક્તિ તારી બતાવ તું."

પણ દીધો સાવિત્રીએ જવાબ ત્યાં :

" લીલા મર્મરતાં મંદરવે જીવન-કાનનો

મધ્યમાંથી મેળવીશ અવશ્ય હું

હૈયાની ગાઢતાવાળાં સુખો, એનાં છે તેથી માત્ર માહરાં,

કે મારાં એહને માટે, કાં કે હર્ષ અમારા એકરૂપ છે.

ને જો વાર લગાડું હું, તો છે કાળ અમારો અથ ઇશનો,

ને પડું તો, ન શું એનો હસ્ત મારી સમીપમાં ?

છે સર્વ યોજના એકમાત્ર; માર્ગ-કિનારનું

પ્રત્યેક કર્મ ઊંડાણ સમર્પે છે ચૈત્યાત્માના જવાબને,

લક્ષ્ય કેરી નિકટે વધુ આણતું."

તિરસ્કાર શૂન્યાત્મ મૃત્યુદેવે એને ઉત્તરમાં કહ્યું :

સુખ પાર્થિવ વાંછીને કરે છે સિદ્ધ આમ શું

અબાધ બળ તારું તું જ્ઞાનવંતા  દેવો કેરી સમીપમાં !

માગતી જાતને માટે, છતાં જાત ને એના સ્થૂલ છદ્મથી

રહેવા મુક્ત માગતી.

તો તારો આત્મ ઈચ્છે  છે તે સૌ આપીશ હું તને,

સર્વ ભંગુર ભોગો જે ધરા મર્ત્ય હૃદયો કાજ રાખતી.

વાંછા સૌથી તને વ્હાલી છે જે એક ન જે સૌ બઢી જતી,

તેને નિષેધતા ક્રૂર નિયમો ને વક્ર પ્રારબ્ધ તાહરું.

એકવાર કરાયેલો મારો સંકલ્પ કાળમાં

ફેરવાતો નથી ફરી,

સત્યવાન ફરી તારો બનવાનો નથી કદી."

ધૂંધળા દેવને કે'તી સાવિત્રી કિન્તુ ઉત્તરે :

" આંખો અંધારની સીધેસીધું જોઈ શકે જો સત્યની પરે

તો મારા હૃદય પ્રત્યે જો, ને જાણી લઈ મારા સ્વરૂપને

૬૧


 

જે ઈચ્છા થાય તે આપ, અથવા તો આપ જે આપવું પડે.

યમ ! દાવો નથી મારો બીજો એક સત્યવાન સિવાયનો."

ચુપકીદી ગઈ વ્યાપી જાણે એ હો દૈવોની સંશયે ભર્યાં.

નમતું એક વાતે દે છતાં જેમ અવજ્ઞાપૂર્ણ હોય કો

તેમ માથું કર્યું નીચું પ્રભાવે પૂર્ણ ત્યાં યમે

વિના ભાવ નિજ સંમતિ આપતા :

" સાવિત્રી કાજ પોતાના હૈયામાં એકવારના

જીવતા સત્યવાને જે સેવ્યા 'તા અભિલાષ તે

આપું છું હું તને મુક્ત થયેલીને મૃત્યુ તે ક્રૂર દૈવથી.

આપું ઉજ્જવલ મધ્યાહનો અને આપું ઉષાઓ અક્ષતા તને,

હૃદયે ને મને તારા જેવા રૂપવાળી દીકરીઓ દઉં,

રૂપાળા વીર પુત્રો ને પ્રિય સન્નિષ્ઠ નાથ શું

સંયોગ શાંત ને શુદ્ધ માધુર્યે ફળતો દઉં.

ને તારા હર્ષથી પૂર્ણ ગૃહે તું પાક પામશે

વ્હાલાંએ વીંટળાયેલી સંધ્યાઓની મુદાતણો.

એકત્ર હૃદયો ઝાઝાં પ્રેમ તારા દ્વારા સંબદ્ધ રાખશે. 

તેં તારી જિંદગીમાં છે વાંછેલું જે સામ્રાજ્ય સ્વ-પ્રિયો પરે,

સામ્રાજય પ્રેમનું, તેને સ્નિગ્ધ સેવા સમર્પતું

સામેથી મળશે આવી માધુર્ય એકઠું થઈ

તારા જીવનકાળમાં,

મહાસુખતણા ધ્રુવો

હે સાવિત્રી ! એકાકાર બની જશે.

વત્સે ! પાછી વળી જા તું ત્યક્ત તારી ધરા પરે."

કિંતુ ઉત્તર સાવિત્રી દેતી, "તારાં વરદાનો વિરુદ્ધ છે.

એકલી હું ફરું પાછી તો ન પૃથ્વી પુષ્પવંતી બની શકે."

એકવાર ફરી ત્યારે યમે ક્રૂદ્ધ નિજ પોકાર પાઠવ્યો,

સિંહ નિર્ભર્ત્સના જેમ કરે છૂટી છટકંતા શિકારની :

" પૃથ્વી કેરી સમૃદ્ધા ને પલટો પામતી જતી

જિંદગીનું તને છે શું જ્ઞાન કે તું વિચારતી

કે માણસ મરે એક એટલે સૌ સુખને મરવું પડે ?

આશા ન રાખતી અંત સુધી દુઃખી થવાતણી :

કેમ કે માનવી કેરા શ્રાન્ત હૈયે શોક શીઘ્ર મરી જતો;

થોડી જ વારમાં ખાલી આવાસોને બીજા અતિથિઓ ભરે.

પર્વ કેરે પટે રંગ ચિત્ર આલેખાયું અત્યલ્પકાલનું,

૬૨


 

એવો બનાવવામાં છે આવ્યો પ્રેમ સૌન્દર્યાથે ક્ષણેકના.

યા જો યાત્રિક એ એક પથે શાશ્વત કાળના,

તો આલિંગનમાં એના ધારાવાહી વસ્તુઓ બદલાય છે,

તરંગો જેમ કો તારો માટે સીમ વિનાના સાગરો પરે."

કહ્યું જવાબમાં કિંતુ સાવિત્રીએ સંદિગ્ધરૂપ દેવને: 

" સત્યવાન મને પાછો આપ, મારો નાથ છે એ જ એકલો.

ક્ષણભંગુર ચીજોમાં ઊંડા શાશ્વત સત્યને

આત્મા અનુભવે મારો, તેને પોલા વિચારો તુજ લગતા."

યમરાજે કહ્યું એને જવાબમાં :

" પાછી ફર અને તારા આત્માને અજમાવ તું !

જણાશે તુજને થોડા સમામાં ને મળશે સાંત્વના તને

કે આ ઉદાર પૃથ્વીની પર બીજાય છે જનો

સૌન્દર્ય જેમનામાં છે, બળ છે, સત્ય છે વળી,

અને તું અડધું ભૂલી જશે ત્યારે

એમાંનો એક હૈયાને તારા લેશે નિજાલિંગનની મહીં,

કેમ કે તુજ હૈયાને પ્રતિ-ઉત્તર આપતું

કો અન્ય માનવી હૈયું સમાશ્લેષે લેવાને  છે જરૂરનું;

કેમ કે મર્ત્ય એવું છે કોણ કે જે સુખિયું એકલું રહે ?

સત્યવાન પછી ભૂતકાળમાં સરકી જશે,

સ્મૃતિ સૌમ્ય બની તારી સમીપેથી ધકેલાયેલ દૂરમાં

નવ તારા પ્રેમ દ્વારા અને તારાં બચ્ચાંના  બાલુડા કરે,

ને તેં એને હતો ચાહ્યો કે ના, તેનું આશ્ચર્ય તુજને થશે.

આવી છે જિંદગી પૃથ્વી કેરી પ્રસવવેદના

દ્વારા જે જનમેલ છે,

સતત સ્રોત્ર એ એક જે કદીયે ન એકસરખો રહે."

સંબોધે કિંતુ સાવિત્રી સમર્થ યમરાજને :

" પ્રભુના કાર્ય કેરા ઓ ટીકાકાર, કાળુડા, વ્યંગ-વાદિયા,

મન ને દેહની ખોજ ઠોકરાતી જેને કારણ થાય છે,

ને હૈયું નિજમાં જેને ધારે દૈવી વાણી કેરી ઘડીમહીં,

અને બનાવશે જેને અમરાત્મા પોતાની માલિકીતણું,

તેની મજાક તું કરે.

મારું હૃદય છે એવું કે જે ત્યકત થયા છતાં

છે આરાધી રહ્યું મૂર્ત્તિ દેવતાની અર્ચાતી નિજ પ્રેમથી;

ચલાવા પગલે એને જવાલામાં હું જળેલ છું.

૬૩


 

શું અમે એ નથી જેઓ ધારતાં 'તાં વિશાળ વિજનત્વને

એકલા પ્રભુની સાથે બેઠેલાં અદ્રિઓ  પરે ?

વૃથા સ્પર્ધા કરે છે કાં તું મારી સાથ ? હે યમ !

સર્વે સાંધ્ય વિચારોથી મન મારું મુક્તિ પામી ગયેલ છે

ને એને કાજ દેવોનાં રહસ્યોએ ધારી છે સ્પષ્ટતા.

કેમ કે આખરે હાવે મને જ્ઞાન નિઃસંશય થયેલ છે

કે મહાતારકો મારા અવિચ્છિન્ન અગ્નિથી દીપ્યમાન છે

અને જીવન ને મૃત્યુ, ઉભે એને માટે સમિધ છે કર્યાં.

જિંદગીના હતી માત્ર પ્રેમ કેરો મારો પ્રયત્ન આંધળો :

મારો સંગ્રામ પૃથ્વીએ જોયો, જોયો સ્વગે વિજય માહરો;

પકડે સહુ લેવાશે, અતિક્રાંત થશે બધું;

વિવાહ-વેદિના વહનિ સમીપે અવગુંઠનો

કરીને અળગાં ચૂમી લેશે શશ્વત્કાલીન વર ને વધૂ.

સ્વર્ગો સ્વીકારશે અંતે તૂટેલાં અમ ઊડણો.

તરંગ કલાના તોડી જતી અગ્રે અમ જીવનનાવની

સંકેત-જ્યોતિ આશાની ન એકે વિલસી વૃથા."

બોલી એ; દેવતા કેરાં અંગો સીમાવિહીન એ

સમાક્રાંત થયાં હોય જાણે છૂપા પ્રહર્ષથી

તેમ મૌને કંપમાન થયાં તહીં,

જેમ સાગરના ઝાંખા વિસ્તારોમાં

વ્યાપે છે કંપ અંધારે સમર્પાઈ શશાંકને.

પછીથી ઊંચકાયેલી ઓચિંતા પવને યથા

સાવિત્રીની આસપાસ એ અસ્પષ્ટ અને ઝબકતા જગે

કંપી ઊઠી પ્રભા સાંધ્ય ફાટતા બુરખા સમી.

 

શસ્ત્રાસ્ત્રે સજ્જ વાણીએ આમ વાદે ચઢયા મોટા વિવાદકો.

એ આત્માઓતણી આસપાસ ધોતંત ધુમ્મસે

અર્ધ-જ્યોતિ થઈ ઘેરી ભાગી મુકતામયી પાંખોતણી પરે

જાણે પહોંચવા માટે દૂરવર્તી કો આદર્શ પ્રભાતને.

ઊડયા વિચાર સાવિત્રી કેરા રેખાંકના ધરી

ચમકંતી ધૂમિકાની મહીં થઈ

પ્રભાઓ ને ગુંઠનોની સાથે એનાં શુભ્ર પાંખે ભળી જઈ,

ને એના સઘળા શબ્દો, ઝબકારા મારતાં રત્નના સમા,

ઝલાયેલા પ્રકાશે કો રહસ્યમય વિશ્વના,

૬૪


 

ફોસલાવાયલા યા 'તો એના મેઘધનુષ્યના

બદલાતા જતા રંગોતણી મહીં

પ્લવતા પડઘા પેઠે મૂર્ચ્છા પામી દૂરવર્તી અવાજમાં.

વાણી સર્વ, મનોભાવ સર્વ ત્યાં જાય છે બની

ટકી ન શકતું એવું વસ્ત્ર સીવેલ માનસે

જામો બનાવવા માટે અતિસૂક્ષ્મ સુંદર ફેરફારનો.

ચાલતી એ હતી મૌન સ્વ-સંકલ્પપરાયણા

સંદેહાસ્પદ ને જૂઠાં મેદાનોની છાયે છાયેલ ઘાસ પે,

એની સામે હતો એક પ્લવમાન પડદો દર્શનોતણો,

ને એના પગલાં પૂઠે

સ્વપ્નાં કેરો હતો ઝભ્ભો વાટે તણાઈ આવતો.

હવે કિંતુ તદાત્માની જવાલા સચેત ઓજની

મોઘ માધુર્યથી પાછી ફરી જઈ,

એના વિચારને વાણીમાંથી પાછા કરીને સાદ આણતી

બેસવા ભીતરે ઊંડે આવસે ધ્યાનમંદિરે.

કેમ કે માત્ર આત્માના સ્થિર સત્ય માટે ત્યાં વાસ શક્ય છે :

યજ્ઞના અગ્નિની જવાળા અવિનાશી, મધ્યસ્થ અગ્નિકુંડથી

હતી આરોહતી ઊંચે, હોલાવતી હતી ન એ,

ગૃહના પતિ ને પત્ની માટે ઉચ્ચ જ્યાં જળ્યા કરતો રહે

અગ્નિ રક્ષી અને સાક્ષી ગૃહસ્થાશ્રમધામમાં

ને જ્યાંથી પ્રકટાવાતી દેવોની યજ્ઞવેદિઓ.

હજી સર્વે સર્યાં આગે બળાત્કારે પરિવર્તનના વિના,

હજીએ ઊલટાયો 'તો ક્રમ આ જગતોતણો :

મર્ત્ય નેતૃપદે, દેવ ને પ્રેત અનુવર્તતા

ને સાવિત્રી દોરતી 'તી રહી પૂઠે પ્રયાત્રામાંહ્ય એમની,

ને અગ્રે ચાલનારા એ અનુયાયી એના સંકલ્પના હતા.

ચાલ્યાં આગળ એ માર્ગો પરે પ્રવહતા જતા,

સાથ અસ્પષ્ટ દેતાં 'તાં ધુમ્મસો ચમકે ભર્યાં;

હવે પરંતુ સૌ ભાગી જતાં 'તાં વધુ વેગથી

જાણે કે ગભરાયલાં

સાવિત્રીના સ્વચ્છ આત્મા પાસેથી છટકી જવા.

પંખી સ્વર્ગતણું વાયુ કેરી રત્ને ખચી પાંખોતણી પરે

વહેવાતું હતું રંગ્યા ને આલિંગિત અગ્નિ શું,

પ્રેતો વહી જતા એને મુકતાવર્ણી ગુહામહીં,

૬૫


 

સાવિત્રીનો ચૈત્ય એવો ચાલતો 'તો જાદૂઈ ઝાંખની મહીં,

મૃત્યુદેવ અને સત્યવાન એની આગળ ચાલતા હતા,

મૃત્યુને મોખરે કાળે સત્યવાન

લાગતો 'તો લોપતો તારલા સમો.

ઊર્ધ્વે એના ભાગ્ય કેરી ન દેખાતી હતી તુલા.

 

૬૬


 

ત્રીજો  સર્ગ  સમાપ્ત









Let us co-create the website.

Share your feedback. Help us improve. Or ask a question.

Image Description
Connect for updates